Huaweiએ તેનો નવો સ્માર્ટફોન Honor 10 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફીચર્સ અને ઓફર્સ - Sandesh
  • Home
  • Technology
  • Huaweiએ તેનો નવો સ્માર્ટફોન Honor 10 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફીચર્સ અને ઓફર્સ

Huaweiએ તેનો નવો સ્માર્ટફોન Honor 10 કર્યો લોન્ચ, જાણો શાનદાર ફીચર્સ અને ઓફર્સ

 | 2:19 pm IST

Huaweiએ પોતાનો નવો સ્માર્ટફોન Honor 10 લૉન્ચ કરી દીધો છે. મંગળવારે લંડનમાં આયોજિત એક ઇવેન્ટમાં જણાવવામાં આવ્યું કે Honor 10 ભારતમાં એક્સક્લૂઝિવ રીતે બુધવારથી ફ્લિપકાર્ટ પર મળશે.

ઉલ્લેખનીય છે કે 6GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિયન્ટને હજુ ભારતમાં લૉન્ચ કરવામા નથી આવ્યો. 16મેથી Honor 10ને ફ્લિપકાર્ટ પર એક્સક્લૂઝિવ રીતે વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ ફોન મિડનાઇટ બ્લેક અને ફેન્ટમ બ્લૂ કલરમાં મળશે.

લૉન્ચ ઑફરની વાત કરીએ તો સિલેક્ટેડ ડિવાઈઝ પર 5000 રૂપિયાથી પણ વધુની એક્સચેન્જ ઑફર આપવામા આવી રહી છે. આ ઉપરાંત બજાજ ફિનઝર્વ કાર્ડ્ઝ પર નો કોસ્ટ EMIની ઑફર પણ મળી રહી છે પરંતુ માત્ર બુધવારે જ આ ઑફરનો લાભ ઉઠાવી શકશો. એક્સિસ બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

જિયો ઑફર અંતર્ગત ગ્રાહકને 1200 રૂપિયાનો કેશબેક,100 જીબી એડિશનલ ડેટા અને 3300 રૂપિયાનું પાર્ટનર વાઉચર મળશે. કંપનીએ ઘોષણા કરી છે કે Honor 10ને હાઈ ઑનર ઓનલાઈન સ્ટોર દ્વારા પણ ભારતમાં વેચવામા આવશે. અહીંથી સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 500 રૂપિયાનું કૂપન ઉપરાંત મોબિક્વિકથી 2000 રૂપિયાનો કેશબેક મળશે.

Honor 10ના Specification નીચે પ્રમાણે છે
– આ સ્માર્ટફોનમાં 5.84 ઇંચ ફુલ એચડી+ (1080×2280) ફુલવ્યૂ ડિસ્પ્લે આપવામા આવી છે.
– આ સ્માર્ટફોનનો એક્સપેક્ટ રેશિયો 19:9 રાખવામાં આવ્યો છે.
– આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત ઈએમયૂઆઇ 8.1 પર રન કરે છે.
– આ સ્માર્ટફોનમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જોકે ફોનમાં માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ નથી કરતું.
– આ સ્માર્ટફોનમાં ઑક્ટા-કોર હાઈસિલિકૉન કિરિન 970 પ્રોસેસર અને 6GB RAM આપવામા આવી છે.
– આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ તો 24MP અને 16MPનો ડ્યૂઅલ કેમેરા આપવામા આવ્યો છે.
– આ સ્માર્ટફોનમાં કેમેરામાં f/1.8 અપાર્ચર સાથે PDF અને AI ફોટોગ્રાફી સપોર્ટ કરે છે. અને કંપનીએ ડ્યૂઅલ કેમેરા સેટઅપને AI કેમેરા નામ આપ્યું છે.
– આ સ્માર્ટફોનમાં AI અને ડ્યુઅલ કેમેરા માટે 3D પોર્ટ્રેટ લાઇટિંગ અને HDR જેવા મોડ ઉપલબ્ધ કરાવ્યા છે.
– આ સ્માર્ટફોનમાં 3400mAhની બેટરી આપવામા આવી છે.
– આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિની વાત કરીએ તો 4G VOLTE, WiFi 802.11 AC, બ્લૂટૂથ 4.2, GPS/A-GPS, એનએફસી, USB ટાઇપ-C અને 3.5MM ઑડિયો જેક આપવામા આવ્યો છે.
– આ સિવાય આ સ્માર્ટફોનમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, ડિઝિટલ કમ્પાસ, બાયરોસ્કોપ અને પ્રૉક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં અલ્ટ્રાસોનિક અંડરગ્લાસ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
– આ સ્માર્ટફોન વજનમાં આ ફોન 153 ગ્રામનો છે.
– ભારતમાં Honor 10ના 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા મોડેલની કિંમત 32,999 રૂપિયા રાખવામા આવી છે.