Huawei launch P40 pro smartphone soon launch in India
  • Home
  • Featured
  • લ્યો બોલો…હવે 4, 5 નહીં પણ 7 કેમેરા વાળા સ્માર્ટફોનની માર્કેટમાં થશે એન્ટ્રી, જાણો વિગત

લ્યો બોલો…હવે 4, 5 નહીં પણ 7 કેમેરા વાળા સ્માર્ટફોનની માર્કેટમાં થશે એન્ટ્રી, જાણો વિગત

 | 7:50 pm IST

વર્ષ 2020 સ્માર્ટફોન લવર્સ માટે ખાસ બનશે. કારણ કે લગભગ બધી સ્માર્ટફોન કંપનીઓ ખાસ ફીચર્સ સાથે નવા ડિવાઇસ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ ક્રમમાં ચીનની ટેક કંપની હુવાવે(Huawei) માર્ચમાં ખાસ સ્માર્ટફોન પી40 પ્રો(Huawei P40 Pro) લોન્ચ કરશે. જેમાં સાત કેમેરા હશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વાતનો ખુલાસો ચીનની ટેક સાઇટ ગિઝ્મોચાઈનાએ કર્યો છે. જોકે, કંપનીએ અત્યાર સુધી આ ફોનને લઈ કોઈ આધિકારિક માહિતી શેર નથી કરી. સૂત્રો મુજબ કંપની આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ સેગમેન્ટમાં રાખશે. જોકે, બંને ડિવાઇઝની ચોક્કસ કિંમત અને સ્પેસિફિકેશની માહિતી લોન્ચિંગ બાદ જ મળશે. પરંતુ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આ સ્માર્ટફોનમાં 5 રિઅર કેમેરા અને 2 ફ્રન્ટ કેમેરા મળશે. બેક કેમેરાની વાત કરીએ તો કંપની તેમાં વાઈડ એંગલ લેન્સ, ટાઈમ ઓફ ફ્લાઈટ સેન્સર(TOF), પેરિસ્કોપ લેન્સ, 9X એક્સ ઓપ્ટિકલ ઝૂમવાળો ટેલિફોટો લેન્સ આપવામાં આવી શકે છે.

સૂત્રો મુજબ આ ફોનના ફ્રંટ કેમેરા અંગે હાલ કોઈ માહિતી મળી નથી. ઉપરાંત હુવાવે પી40 પ્રોની સંભાવિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોનમાં 6.5 અથવા 6.7 ઇંચના એચડી ડિસ્પ્લે મળી શકે છે. ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ 1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનની બેક પેનલમાં ચોરસ આકારનો કેમેરા સેટઅપ મળશે. યૂઝર્સને દમદાર પ્રોસેસર અને બેટરીનો સપોર્ટ પણ મળી શકે છે.

આ વીડિયો પણ જુઓ: ખેડૂતો માટે રાજ્ય સરકારના હિતકારી નિર્ણયથી ખેડૂતોમાં ખુશી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન