Huawei likely to bring five rear cameras with Mate 30 Pro
  • Home
  • Featured
  • Nokia બાદ હવે આ કંપની પણ કરશે પાંચ કેમેરા ધરાવતો ફ્લેગશિપ ફોન લોન્ચ…

Nokia બાદ હવે આ કંપની પણ કરશે પાંચ કેમેરા ધરાવતો ફ્લેગશિપ ફોન લોન્ચ…

 | 2:02 pm IST

છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોન કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે મોબાઇલ ફોન્સમાં નવા-નવા ફીચર્સ આપવામાં આવે છે જેથી લોકો કંપનીના સ્માર્ટફોન ખરીદે, જ્યારે હાલ સ્માર્ટફોનમાં સૌથી વધારે કેમેરા આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પોતાના હરીફને પછાડવા સ્માર્ટફોનમાં અલગ-અલગ ફેરફાર કરી માર્કેટમાં ગ્રાહકો સામે લાવે છે.

વર્ષ 2014થી ડ્યૂઅલ કેમેરાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જને ગ્રાહકો દ્વારા ખૂબજ આવકારવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઇ ગ્રાહકોને આકર્ષવા જાઇન્ટ સ્માર્ટફોન કંપની દ્વારા કેમેરોને લઇને માર્કેટમાં અવનવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા હતા.જે ઘણાખરા અંશે સફળ પણ સાબીત થયા હતા. જ્યારબાદ Samsung દ્વારા તેનો પ્રથમ ટ્રિપલ-કેમેરા ફોન A7 લોન્ચ કરવામાં આવ્યો હતો અને પછીથી વર્ષ 2018 ઓક્ટોબર મહિનામાં ફોર-કેમેરા Galaxy A9 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા જ Nokia કંપની દ્વારા પાંચ કેમેરાવાળો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે તેવા ન્યૂઝ વાયરલ થયા હતા. જેને લઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક ફોટો પણ શેર કરવામાં આવ્ચો હતો જેમાં Nokia દ્વારા Pureview નામથી આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી અને સાથે જ ફોટોમાં બતાવવામાં આવ્યું હતું કે સ્માર્ટફોનના પાછળના ભાગમાં હેક્સગૉન ફૉર્મેશનમાં આ પાંચ કેમેરાને ગોઠવવામાં આવ્યા છે.

જ્યારે આ સમાચારના થોડા સમયબાદ જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને કારણે ચર્ચામાં આવેલી સ્માર્ટફોન કંપની Huawei દ્વારા પણ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન P20 Proની સફળતાને ધ્યાનમાં રાખી ફાઇવ રિઅર કેમેરા સાથે માર્કેટમાં Huawei Mate 30 Pro લઇને આવી રહી છે તેવી માહિતી સોશ્યલ મીડિયા પર ફરતી થઇ હતી. અગાઉ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન P20 Proમાં થ્રી રિઅર કેમેરા આપવામાં આવ્યા હતા. જેને ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી મેટ સિરીઝના નવા સ્માર્ટફોન એટલે કે Mate 30 Proમાં આકર્ષણનું કેન્દ્ર હશે તેના ફાઇવ રિઅર કેમેરા.

પ્રાપ્ત અહેવાલ મુજબ Huawei દ્વારા આ સ્માર્ટફોનની પેટન્ટ જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્માર્ટફોનના પાછળના ભાગમાં લંબચોરસ આકારમાં આ પાંચ કેમેરાને ગોઠવવામાં આવ્યા છે. આ અગાઉ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા P20, Mate20 અને Nova સિરીઝને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે સફળતા મળી હતી. જેની પણ જાહેરાત કંપની દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી.

Appleને પાછળ છોડી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની…

P20, Mate20 અને Nova સિરીઝની સફળતા બાદ Huawei દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2018માં કંપની દ્વારા 20 લાખ જેટલા સ્માર્ટફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે કંપનીનું અત્યાર સુધીનું રેકૉર્ડ બ્રેક સેલ છે. ઇન્ટરનેશનલ ડેટા કૉર્પરેશન ( IDC ) ના અહેવાલ મુજબ Appleને પાછળ છોડીને દુનિયાની બીજા નંબરની સ્માર્ટફોન કંપની બની ગઇ છે. જ્યારે Samsung પ્રથમ નંબર પર છે. આતંરરાષ્ટ્રીય બજારમાં Huawei નો હિસ્સો 14.6 % છે.