huawei p30 pro goes on sale on April 15 with exciting offers on amazon
  • Home
  • Technology
  • આ સ્માર્ટફોન પર મળી રહી છે આકર્ષક ઓફર સાથે રૂપિયા 10,000ના લાભ

આ સ્માર્ટફોન પર મળી રહી છે આકર્ષક ઓફર સાથે રૂપિયા 10,000ના લાભ

 | 4:08 pm IST

Huaweiના ફ્લેગશિપ સ્માર્ટફોન Huawei P30 Proનો પ્રથમ સેલ આજે એમેઝોન ઇન્ડિયા વેબસાઇટ પર રાખવામાં આવ્યો છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોનને તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સીધી ટક્કર સેમસંગ ગેલેક્સી એસ 10+થી છે. ભારતમાં આ સ્માર્ટફોન 71,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન બે રંગ વિકલ્પો ક્રિસ્ટલ અને ઔરોરા તેમજ 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટ સાથે ઉપલબ્ધ થશે.

Huawei P30 Proને ખરીદનારા કેટલાક વપરાશકર્તાઓને એક્સ્ક્લુઝિવ બંડલ રૂપે રૂપિયા 2,000 વધુ ચૂકવીને HUAWEI Watch GT પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત, ગ્રાહકોને આ સ્માર્ટફોન સાથેના એક્સ્ચેન્જ ઓફરોનો લાભ પણ મળશે. તે જ સાથે રૂપિયા 20,000 સુધીની 6 મહિના માટે સ્ક્રીન રિપ્લેસમેન્ટ વોરંટી પણ આપવામાં આવશે. આ સિવાય, 1,500 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવશે. આ ઓફરમાં સ્માર્ટફોનની ખરીદી 15 એપ્રિલથી 21 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે.

વપરાશકર્તાઓને એમેઝોન પર નો કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ મળશે. વધુમાં, આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મારફતે ઈએમઆઈ પર ફોન ખરીદવા પર 1,500 રૂપિયાનું તાત્કાલિક કેશબેક આપવામાં આવી રહ્યું છે. Huaweiએ આ સ્માર્ટફોન સાથે રિલાયન્સ જિયો વપરાશકર્તાઓને રૂ. 2,200 ના કેશબેકના ડબલ ડેટાનો લાભ ઓફર કરે છે. જેમાં પ્રથમ 5 રિચાર્જ પર વપરાશકર્તાઓને ડબલ ડેટા બેનિફિટ આપવામાં આવશે. આ સાથે, મેક માય ટ્રીપ સાથે, રૂપિયા 7,800 સુધીનો લાભ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન