Huge Crowd Gathered at GMDC Ground to Play Cricket
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પોલીસ આવતાં જ ક્રિકેટ રમતાં યુવાનોમાં દોડધામ

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પોલીસ આવતાં જ ક્રિકેટ રમતાં યુવાનોમાં દોડધામ

 | 9:28 am IST

કોરોના કાળ વચ્ચે સામાજિક અંતર સહિતનાં નિયમોનું પાલન કરવાનું હોય છે. પણ અમદાવાદી યુવાનો હજુ પણ કોરોનાને લઈ બેફિકર જોવા મળી રહ્યા છે. રવિવારનાં દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે માટે પહોંચી ગયા હતા. જેને કારણે અમદાવાદ પોલીસ ત્યાં પહોંચતાં જ ક્રિકેટ રમતાં યુવકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

અમદાવાદમાં આવેલું જીએમડીસી ગ્રાઉન્ડ યુવકોમાં ક્રિકેટ રમવા માટે પ્રખ્યાત છે. અને રવિવારના દિવસે અમદાવાદી યુવકો ક્રિકેટ કિટ લઈને જીએમડીસી ગ્રાઉન્ડ પર એકઠાં થઈ જતા હોય છે. જો કે, કોરોનાની મહામારીના સમયમાં પણ ક્રિકેટ રસિક યુવકો ગ્રાઉન્ડ પર પહોંચી જતાં હોય છે. જેને કારણે આ મામલે સંદેશ ન્યુઝ દ્વારા અહેવાલ ચલાવવામાં આવતાં તાબડતોડ પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ હતી.

પોલીસની જીપ ગ્રાઉન્ડ પર આવતાં જ ક્રિકેટ રમતાં યુવકોમાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રવિવારનાં દિવસે પોલીસ દ્વારા યુવકોને ભગાડવામાં આવ્યા હતા. તમામ યુવકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનાં લીરેલીરા ઉડાવતાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે જો યુવાધન જ નિયમોનું પાલન નહીં કરે તો કોરોનાનું સંક્રમણ અટકવાને બદલે વધતું જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન