ભારતની મોટી જીત, પાક.ના ગાલ પર તમાચો, આંતરરાષ્ટ્રીય કોર્ટે આપ્યા આ આદેશ

કુલભૂષણ જાધવ મામલે ભારતને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં મોટી સફળતા મળી છે તો પાકિસ્તાનના ગાલ પર સણસણતો તમાચો. પોતાના 42 પાનાના નિર્ણયમાં ICJએ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવતા પાકિસ્તાનને સજાની સમીક્ષા કરવાનો પણ આદેશ કર્યો છે. સાથો સાથ ICJએ પાકિસ્તાનને બરાબરની લતાડ લગાવતા જાધવને ભારતનું કાઉંન્સલર એક્સેસ આપવાનો પણ આદેશ આપ્યો છે.
ICJએ સ્પષ્ટ કહ્યું છે કે, કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને વિયેના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ પાકિસ્તાન જાધવની ફાંસી પર પુનર્વિચાર કરે અને તેની સમીક્ષા પણ કરે. જાધવની સજાની સમીક્ષા સુધી તેને આપવામાં આવેલી ફાંસીની સજા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાધવને ભારત તરફથી જાસૂસી કરવાના અને આતંકવાદમાં શામેલ થવા માટે દોષિત ઠેરવા ફંસીની સજા સંભળાવી હતી.
ICJ asks Pakistan to review conviction, sentencing of Jadhav
Read @ANI story | https://t.co/bKgNNvPMmO pic.twitter.com/ki4p2p8tWr
— ANI Digital (@ani_digital) July 17, 2019
જોકે ICJએ પાકિસ્તાની સૈન્ય અદાલતના નિર્ણયને રદ્દ કરી, જાધવની મુક્તિ અને તેમને સુરક્ષીત ભારત પહોંચાડવની નવી દિલ્હીની અનેક માંગણીઓને ફગાવી દીધી છે. તેમ છતાંયે ICJનો આ નિર્ણય ભારત માટે એક મોટી જીત સમાન છે અને પાકિસ્તાન માટે જોરદાર ઝાટકો. કોર્ટે ભારતની અપીલ વિરૂદ્ધ પાકિસ્તાનની મોટા ભાગના વાંધાઓને ફગાવી દીધા હતાં.
સૌથી મહત્વની વાત એ રહી કે ICJએ 15:1ના બહુમતથી ભારતના પક્ષમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ઈન્ટરનેશનલ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, જાધવને કાઉન્સિકર એક્સેસ મળવુ જોઈએ. પાકિસ્તાને વિયેના કન્વેન્શનના આર્ટિકલ 36(1)નું ઉલ્લંઘન કર્યું છે. ICJએ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, પાકિસ્તાને ભારતને કુલભૂષણ જાધવને મળવા નથી દીધું અને ના તો તેમની તરફથી કોર્ટમાં કોઈ પક્ષ રજુ કરવા દીધો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 3 માર્ચ 2016માં દાવો કર્યો હતો કે તેઅને એક નિવૃત્ત ભારતીય નેવીના અધિકારીને બલૂચિસ્તાનમાંથી અટકાયતમાં લીધો છે. ભારતે પાકિસ્તાનના દાવાને ફગાવી દેતા કહ્યું હતું કે, ઈસ્લામાબાદે નિવૃત્ત નેવી અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન