આ શાનદાર ફિચર્સના કારણે iPhone-8ની કિંમત હશે 70,000 રૂપિયાથી વધુ - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ શાનદાર ફિચર્સના કારણે iPhone-8ની કિંમત હશે 70,000 રૂપિયાથી વધુ

આ શાનદાર ફિચર્સના કારણે iPhone-8ની કિંમત હશે 70,000 રૂપિયાથી વધુ

 | 7:00 pm IST

એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં iPhone 8 લોન્ચ કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ફોનના ફિચર્સને લઇને સતત અવનવા સમાચાર અને અપડેટ આવી રહી છે. હવે એક નવા રિપોર્ટ અને એપલના એનાલિસ્ટ કેજીઆઇ સિક્યોરિટીઝના મિંગ-ચી કુઓના અનુસાર, તેની કિંમત 70000 રૂપિયાથી વધારે હોઇ શકે છે. મિંગ-ચીએ કહ્યું કે આ વખતે એપલ પોતાનું Touch ID હોમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે થ્રીડી ટચ સેન્સર આપશે, જેને કંપની ફંક્શન એરિયાનું નામ આપી શકે છે. આ નવા ફિચર્સના કારણે ફોનનો ખર્ચ લગભગ 5 ડોલર વધી જશે.

આઈફોન-8માં હશે વાયરલેસ ચાર્જિંગ

આઈફોન 8માં વાયરલેસ ચાર્જિંગ ફિચર હશે, એ એટલું પાવરફૂલ હશે કે ફોનને 15 ફૂટ દુરથી પણ ચાર્જ કરી શકાશે. નવા આઈફોન 8ની આખી બોડી ગ્લાસની હશે, જેના કારણે આ વધુ ગરમ નહીં થાય. મેટલ (એલ્યૂમિનિયમ) બોડીમાં ફોનના અંદરની ગરમી ઝડપથી બહાર નીકળે છે. 3D ટચ સેન્સરને આ ગરમીથી બચાવવા માટે નવું ગ્રેફાઇટ લેયર હશે. તેનાથી ગરમીનો અનુભવ નહી થાય. આ વર્ષે એપલ ત્રણ આઇફોન લોન્ચ કરશે, એક આઈફોન 8 (કે iPhone X) હશે, બીજા બે આઇફોન 7sના વર્ઝન હશે.

iphone-8-price

આ ખાસ ફિચર્સના કારણે આઈફોન 8 હશે મોંઘો

ઓએલડી ડિસ્પ્લે: નવા ફોનમાં ઓએલડી ડિસ્પ્લે હશે. જોકે રિપોર્ટ્સ છે કે આ માત્ર આઇફોન 8 માં જ હશે, 7એસ અને 7એસ પ્લસમાં નહીં હોય. 3D ટચ મોડ્યૂલ: આ સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર હશે, જેના કારણે દરેક ફોનની કોસ્ટ લગભગ 5 ડોલર વધશે. વાયરલેસ ચાર્જિંગ: આઇફોન 8 અને આઇફોન 7એસમાં વાયરલેસ ચાર્જિંગ હશે. માર્કેટમાં વાયરલેસ ચાર્જિંગ પ્લેટ પહેલાથી જ અવેલેબલ છે, તેના પર મુકવાથી ફોન ચાર્જ થવા લાગે છે. પણ નવો આઇફોન ચાર્જિંગ ડિવાઇસથી 15 ફૂટના દુરના અંતરેથી પણ ચાર્જ થઇ જશે અને સમય પણ અડધો જ લાગશે.

iPhone-8
ડ્યૂલ સિમને કરી શકે છે સપોર્ટ

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, એપલે ચીનની ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી ઓફિસમાં ડ્યૂલ સિમ કાર્ડ ફિચર માટે પેટન્ટ કરાવ્યું છે. આવી બીજી એક એપ્લિકેશન અમેરિકામાંથી પણ અપ્રૂવ થયાના સમાચાર છે. એપલે હાઇ એન્ડ સીરીઝના ફોનમાં પોતાનું એક અલગ સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કર્યું છે. અત્યાર સુધી એપલે જેટલા પણ ફોન લોન્ચ કર્યા છે તે સિંગલ સિમવાળા જ છે, પણ હવે યૂઝર્સની જરૂરિયાને ધ્યાનમાં રાખી આ પગલું ભર્યું છે.

સેમસંગ અને ગૂગલ સાથે સીધી ટક્કર

સેમસંગ કંપનીને ગેલેક્સી એસ7 ફોનને બેટરીના કારણે આગ લાગવાની ઘટનાઓથી મોટુ નુકશાન વેઠવું પડ્યું છે, પણ એસ8 અને એસ8 પ્લસ વિશે માહિતી આવી રહી છે તે પ્રમાણે લાગે છે કે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સ્ક્રીન સાઇઝ 5.8 ઇંચ અને 6.2 ઇંચની હશે, બેટરી 3,000 અને 3,500 એમએએચની હશે. ગૂગલ પણ આ વર્ષે પિક્સલ અને એક્સએલ લઇને આવી રહ્યુ છે.

samsung-galaxy-s7-edge-olympic-edition-840x453