'હમ આપ કે હૈ કૌન'ના એ સીન વખતે અનુપમ ખેરને ફેસિયલ પેરાલિસીસ હતું! - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ‘હમ આપ કે હૈ કૌન’ના એ સીન વખતે અનુપમ ખેરને ફેસિયલ પેરાલિસીસ હતું!

‘હમ આપ કે હૈ કૌન’ના એ સીન વખતે અનુપમ ખેરને ફેસિયલ પેરાલિસીસ હતું!

 | 3:52 am IST

મૂડ મૂડ કે દેખઃ પાર્થ દવે

અનુપમ ખેરની પહેલી ફ્લ્મિ હતી મહેશ ભટ્ટ દિર્ગ્દિશત ‘સારાંશ’. ફ્લ્મિના તથા અનુપમ ખેરના અભિનયના ખૂબ જ વખાણ થયા. આ વિશે અનુપમ કહે છે કે, ‘જો તે મારી ૧૦મી ફ્લ્મિ હોત તો કદાચ આટલું મહત્ત્વ મને ન મળ્યું હોત. કેમ કે, ત્યારે મારો ચહેરો નવો હતો. કોઈ માનવા તૈયાર નહતું કે હું ૨૮ વર્ષનો યુવાન છું ને મેં ૬૫ વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી છે!’ અનુપમના મતે સારાંશ તેના માટે સૌથી ચેલેજિંગ ફ્લ્મિ હતી. તેણે જે ત્રણ વર્ષ બેકારીમાં કાઢયા, જે હિણપત અને દુઃખ અનુભવ્યા તે બધા સારાંશમાં કામ આવ્યા!

‘સારાંશ’ ફ્લ્મિનો એક રસપ્રદ કિસ્સો અનુપમ વર્ણવે છે. વાર્તા પ્રમાણે, અનુપમ ખેર ભજવે છે તે પાત્ર બી. વી. પ્રધાનના પુત્રનું અમેરિકામાં મૃત્યુ થઈ જાય છે અને તે અસ્થિ લેવા કસ્ટમ ઓફ્સિ જાય છે. તેને ત્યાં ઘણી માનહાનિ સહન કરવી પડે છે. અનુપમ ખેર વિચારે છે કે, મારા તો લગ્ન નથી થયા. મારો કોઈ પુત્ર નથી. હું આ કઈ રીતે કરી શકીશ? અગાઉ કહ્યું એ પ્રમાણે અનુપમની એ વખતે ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી અને પાત્રની ઉંમર ૬૫ વર્ષની.

અનુપમ કહે છે કે, ‘મેં વિચાર્યું અને ડાયરેક્ટર મહેશ ભટ્ટને કહ્યું કે, હું ઊંધો ઊભો હોઈશ અને ફ્રું ત્યારે તમે કેમેરો ઓન કરી દેજો. હું ડાયલોગ બોલીશ અને મને લાગે છે કે તે ઓકે હશે. હું ફ્રતા પહેલા વિચારી રહ્યો હતો કે જો આ પિક્ચરથી મારું કંઈ નહીં થાય તો હું બરબાદ થઈ જઈશ. જો આ પિક્ચર નહીં ચાલે તો હું મરી જઇશ. હું રોડ પર આવી જઈશ. મને ખાવા માટે કંઈ નહીં મળે. હું કંઈ નહીં કરી શકું. હું ખતમ થઈ જઈશ… આટલું વિચારતા વિચારતા જ રડવા લાગ્યો, ર્ફ્યો અને તે ડાયલોગ અસરકારક રીતે બોલ્યો. ટ્રેક ઓકે હતો!’

અનુપમ ખેરે ૫૦૦થી વધારે ફ્લ્મિો કરી છે, જેમાં સારાંશ, તેજાબ, ડોક્ટર ડેન્ગ, ખોસલા કા ઘોસલા, વેનસડે, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે વગેરે જેવી સુપરહિટ અને હટ-કે ફ્લ્મિોનો સમાવેશ થાય છે. અનુપમે કોમિકને ટ્રેજિક, બેઉ પાત્રો બખૂબી રીતે ભજવ્યા છે. તેમના મતે ટ્રેજેડી અને કોમેડીમાંથી કોમેડી કરવી અઘરી છે.

‘હમ આપકે હૈ કૌન’માં તેમનું પાત્ર કોમેડી હતું. શોલેમાં દારૂ પીને, ટાંકી પર ચઢીને જે સિન ધર્મેન્દ્ર કરે છે તે અનુપમ ખેર ‘હમ આપ કે હૌ કોન’માં કોમેડી વેમાં કરે છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે, એ વખતે અનુપમ ખેરને ફેસિયલ પેરાલિસીસ હતંુ! માટે તેવું મોઢું કરવું તે સિનની નહીં, અનુપમની માગ હતી. આ ઘટના વિશે માંડીને વાત કરતા ‘આપ કી અદાલત’માં અનુપમ કહે છે કે, ‘એક દિવસ હું મારા મિત્ર અનિલ કપૂર સાથે જમતો હતો. ત્યાર સુધી મેં દોઢસો જેટલી ફ્લ્મિ કરી હતી. પોપ્યુલર થઈ ચૂક્યો હતો. જમતા જમતા અચાનક અનિલની વાઇફ્ સુનીતાએ કહ્યું કે, અનુપમ તું એક આંખથી બ્લ્િંાક નથી કરતો! એટલે કે મારી એકબાજુની આંખ પટપટાવવાની બંધ થઈ ગઈ હતી! મને લાગ્યુ કે, હું થાકી ગયો હોઈશ. પછી બીજા દિવસે બ્રશ કરતી વખતે પાણી ડાબી બાજુથી આપોઆપ બહાર ટપકવા લાગ્યું. હું યશ ચોપરા પાસે ગયો, તેમણે ડોક્ટર પાસે જવાનું કહ્યું. ડોક્ટરે નિદાન કર્યું કે મને ફેસિયલ પેરાલિસીસ છે. મેં કહ્યું એમ, હું પોપ્યુલર હતો અને મારો અડધો ચહેરો વાંકો વળી ગયો હતો! મારી કારકિર્દી ખલ્લાસ થઈ જવાની હતી. મને ડોક્ટરે બે મહિના સુધી આરામ કરવા અને દવા લેવા કહ્યું હતું. હું બીજા જ દિવસે શૂટિંગ પર પહોંચી ગયો! શરૂઆતમાં સલમાન-માધુરી, બધાને થયું કે હું કોમેડી કરી રહ્યો છું! મેં બધાને ભેગા કરીને સાચી વાત કરી. મેં કહ્યું કે આ તકલીફ્ છે પણ હું ફ્લ્મિ કરવા માટે તૈયાર છું. તમે ધ્યાનથી એ સિનમાં જોયું હોય તો હંુ તકીયો લઈને ખુરશી પર ચડંુ છું ત્યાં સુધી મારા ચહેરાનો ક્લોઝ-અપ જ નથી લેવાયો! અને તે સિન ચેન્જ કરીને મને ધરમજીની શોલે વાળી સિકવન્સ આપી દીધી, કે જેમાં હું ડ્રન્ક છું!’

અનુપમ ખેરની જીવન-જર્ની પર આધારિત ‘કુછ ભી હો સક્તા’ હે નાટક પણ પ્રશંસા પામ્યું છે અને તેમના લખેલા પુસ્તકો પણ ખૂબ વંચાયા છે. હાલ તેઓ એફ્ટીટીઆઈના ચેરમેન છે. ઉપરોક્ત ‘હમ આપ કે હૈ કોન’ના કિસ્સાની શરૂઆત કરતાં પહેલા અનુપમ ખેર કહે છે કે, ‘ક્યારેક જિંદગી તમને એવા મુકામ પર લઈ આવે છે જ્યારે તમને તમારી શક્તિ અને તમારી નબળાઈની સાચી ખબર પડે છે.’

[email protected] com