માનવી માનવીમાં વાળની બનાવટ અલગ - Sandesh

માનવી માનવીમાં વાળની બનાવટ અલગ

 | 12:59 am IST

કોઈના વાળ મુલાયમ હોય છે તો કોઈના વાળ કડક હોય છે, તો કોઈકના વાંકડિયા હોય છે. શું તમે જાણો છો કે વાળની બનાવટ અલગ-અલગ જાતની શા માટે હોય છે?

અસલમાં વાળ પણ ચામડીનું જ એક રૃપ હોય છે. ચામડીની જેમ જ વાળ પ્રોટીનના બનેલા હોય છે. વાળની બનાવટ કેરાટીન અને મેલેનિન નામના રસાયણ ઉપરથી નક્કી થાય છે. કેરાટીન એક પ્રકારનું પ્રોટીન છે, જ્યારે કે મેલેનિન એક જાતનું વર્ણક અથવા રંજક. કેરાટીનનું ઓછું કે વધારે પ્રમાણ જ વાળની બનાવટ ઊભી કરે છે.

જો કેરેટીન વધારે હોય તો વાળ એકદમ કડક બની જાય છે. હવે જોઈએ વાળના રંગ વિશે. જો વાળમાં મેલેનિન નામનું વર્ણક અથવા પિગમેન્ટ વધારે પ્રમાણમાં હોય તો વાળનો રંગ એકદમ ઘેરો કાળો થશે. પણ જેમ-જેમ મેલેનિનનું પ્રમાણ ઓછું થતું જાય છે, તેમ વાળનો રંગ પણ આછા બ્રાઉન જેવો થઈ જાય છે. આજ કારણે અમુક લોકોના વાળ સમય કરતાં વહેલા ધોળા થઈ જાય છે.