દેશમાં મોટાભાગના એટીએમ રહ્યા બંધ, RBIએ આપ્યું કારણ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દેશમાં મોટાભાગના એટીએમ રહ્યા બંધ, RBIએ આપ્યું કારણ

દેશમાં મોટાભાગના એટીએમ રહ્યા બંધ, RBIએ આપ્યું કારણ

 | 5:38 pm IST

જો તમે એટીએમમાંથી નાણાં કઢાવવા જાવ અને એમાં નાણાં ન હોય તો નવાઈ ન પામતાં નોટબંધી પછી નોટોની અછતને કારણે રાજ્યનાં ઘણાં ખરાં એટીએમ બંધ હતાં, પણ હવે રેન્સ્મવેર વાઇરસના ડરના કારણે રિઝર્વ બેન્કે બધી બેન્કોને એટીએમની સુરક્ષા માટે સિસ્ટમ અપડેટ કરવાની સૂચના આપી છે, જેથી એમાં નાણાં પૂરતાં રાખવામાં આવ્યાં નથી. સિસ્ટમ અપડેટ કરવા માટે એટીએમ બેથી ત્રણ કલાક બંધ રહી શકે છે. દરમિયાન એટીએમ ત્રણથી ચાર દિવસ પણ બંધ રહી શકે છે એવી વાતો પણ થઈ રહી છે. એટીએમ બંધ નહીં રહે, પણ અપડેશન માટે દિવસના કેટલાક કલાક એટીએમ બંધ રહેશે. આજે પણ દેશમાં અનેક એટીએમ બંધ રહ્યા હતા જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે એટીએમ બંધ કરવાની સૂચના નહોતી પણ માત્ર સતર્ક રહેવાની એડવાઇસરી જાહેર કરવામાં આવી હતી.

ભારતનો એવા ૯૯ દેશોમાં સમાવેશ છે જે દેશો પર હાલમાં જ સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ પોલીસનાં ૧૦૨ કમ્પ્યુટર શનિવારે હેક કરવામાં આવ્યાં હતાં. એથી ભારતનાં ૭૦ ટકા એટીએમ પર સાઇબર હુમલો કરવો શક્ય છે. ભારતમાં ૭૦ ટકા એટીએમ આઉટડેટેડ સોફ્ટવેર વાપરે છે જે સહજ રીતે હેક કરી શકાય છે. સાવધાની રાખવા માટે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, શેરબજાર અને પેમેન્ટ કંપનીઓને અલર્ટ કર્યાં છે.

ભારતમાં ૭૦ ટકા એટીએમમાં આઉટડેટેડ વિન્ડોઝ XPનો વપરાશ કરવામાં આવે છે. એનું સંપૂર્ણ નિયંત્રણ બેન્કોને સિસ્ટમ પૂરી પાડનાર કંપનીના હાથમાં છે. માઇક્રોસોફ્ટે વિન્ડો XPને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. ૨૦૧૪થી માયક્રોસોફ્ટ વિન્ડોઝ XPને સિક્યોરિટી અને ટૂલ્સ આપતી નથી. દરમિયાન સાઇબર હુમલાને કારણે માયક્રોસોફ્ટે વિન્ડોઝ માટે અપડેટ રિલીઝ કરી છે. આથી જ એટીએમમાં હાલમાં નાણાં જમા કરાવવામાં આવતાં નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.