હુણિસ્તાનની ભીતરમાં ડોકિયું - Sandesh

હુણિસ્તાનની ભીતરમાં ડોકિયું

 | 2:58 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ચંદ્રકાન્ત મારવાડી

આપણે ઈ.સ. ૪૫૧માં ગાંધાર અને પછી અટ્ટારી સુધી પહોંચેલા શ્વેત અને રેડ હુણ વિશે જાણ્યું. ઓટ્ટોમન ખિલાફત ધરાવતા તુર્કસ્તાનનું પાયદળ કહે છે કે તુર્ક અને હુણોનો સરદાર એક જ હતો. આ રાહે તુર્કસ્તાનનું પાયદળ ઐતિહાસિક તાળો પૂરો પાડે છે કે દિલ્હી સલ્તનત કે તુર્ક મામુલક સલ્તનતનો ઉદય હુણ- તુર્કની જુગલબંધીથી થયો હતો. આ સંજોગોમાં ચીનની દીવાલ પર જ્યાંથી હુમલા થતા હતા તે હુણિસ્તાન વિશે જાણવું જરૂરી બની ચૂક્યું છે. એ હુણિસ્તાન કે જેને રોકવા ચીનને ૨૧,૧૯૬ કિ.મી.ની દીવાલ ચણવી પડી, એ હુણિસ્તાન કે જેમાં ઈ.સ. પૂર્વે ૨૦૯માં તોઉમન ( Touman) ના પુત્ર મોદુ ચાન્યુએ જંગી સૈન્યની રચના કરી હતી કે જેના સૈન્યે ૧૪૦૦ વર્ષ સુધી (ચંગેઝના આગમન સુધી) અને તે પછી પણ વિશ્વને બાનમાં લીધું હતું. Altai Mountain અને Touman (ટોઉમન)ને ઓળખ્યા વિના ઓટ્ટોમન ખિલાફતને ઓળખી શકાશે? આ બધું જાણ્યા વિના જ મધ્યપ્રદેશના હોશંગાબાદે ખિલાફત ચળવળને સમર્થન આપીને ભૂમિની ડેસ્ટિની બદલી નાખી ?

XIONGNU (Hsiung nu)

ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં ચીની ઇતિહાસ XIONGNUની Hsiung નામે નોંધ લે છે. પર્સિયન ઈતિહાસ તેને ઠૈઅર્હ, પ્રાચીન ચીન Hunએ તરીકે ઓળખે. તેમાં પાછા બે જૂથ. (૧) Karmir (Kidarites) એટલે રેડ હુણ. (૨) Spet ( Hephtailies- Haital- Haytal – Hayatilla- Ye- ta- i-li) એટલે શ્વેત – હુણ. પ્રોટો ર્તિકક જૂથ તરીકેની ઓળખ. ઈ.સ. પૂર્વે તોઉમન ( Tuman… Touman) એ XIONGNU (Hsiung nu) રાજ્યની સ્થાપના કરી હતી. ઓટ્ટોમન ઓળખાયો? મોદુ ચાન્યુ તેનો જ પુત્ર. આપણે જાણ્યું કે પાંચમી સદીના અંતભાગમાં તોરામને (ટોરામને) ધર્મરાજ કા સ્તૂપ, ગાંધાર અને પંજાબને નિશાન બનાવ્યા હતા.

ટુવા ( Tuva)

XIONGNUના Toumanને આપણે ઓળખ્યા. હવે હાલમાં રશિયામાં આવેલા ટુવા, તૈયા( Tyea, Taiba, Tuwares )ને ઓળખીએ. ૧૯૨૧ પછી Tannu Tuva નામે સ્વતંત્ર તુર્ક દેશનો ઉદય થયો હતોે. સંસદનું નામ ખુરાલ (Khural). ઈ.સ.પૂ. ૨૦૯થી ઈ.સ. ૯૩ સુધી હુણ તે પછી મોંગોલ અને રાઉરન શાસન પણ રહ્યું. ટુવાએ ઝાર શાસન દરમિયાન ૧૯૧૨માં બળવો કર્યો હતો. ઝાર અને મોંગોલ એમ બંને આ સમુદાયને ઉરીઆન્ખાઈ નામે ઓળખે. ઉરૂમકી નગર આજે પણ ચીનના તાબા હેઠળના ઝિનઝિયાંગ પ્રદેશમાં છે. આચાર્ય ચતુરસેનનું પુસ્તક વયં રક્ષામઃ ફરી યાદ કરવું રહ્યું. ઉર નગર સંસ્કૃતિની ઓળખ આપતું એકમાત્ર પુસ્તક એટલે વયં રક્ષામઃ. આૃર્ય એ વાતનું છે કે ઉરીઆન્ખાઈનું મુળ નામ Sakha હતું. રશિયામાં જ Sakha નામે એક અન્ય રિપબ્લિક વિશે આપણે જાણી ચુક્યા. રશિયામાં ટુરા નદી તટે જ વસેલું છે Tyumen નગર. જાપાનના હિરોશીમા નજીક પણ Saka નગર છે. હા, ઝાર સામેની ક્રાંતિ વખતે બોલ્શેવિક સમુદાયે ૧૯૨૧માં રચેલા તુવાન પીપલ રિપબ્લિકની રાજધાની આજે Kyzyl છે. Kyzyl નો સ્થાનિક ઉચ્ચાર Kwa Zulu થાય છે. મૂળે Dingling ( Dubo) સમુદાયના આ પ્રદેશમાં ગોકુતર્ક પછી ૮મી સદીમાં ઉઈઘુર તુર્કોએ કબજો કર્યો હતો. તેમણે જ કિલ્લેબંધી કરીને Tere -Khoi જેવો શબ્દ પ્રયોજ્યો હતો. આ સમૂહ મોંગોલ અને મુઘલને ઓળખવાનો ઇનકાર કઈ રીતે કરી શકે? મોંગોલ સરહદે હોવાથી મોટાભાગે શાસન રહ્યું. બુદ્ધ ધર્મથી દૂર સરકવું અશક્ય રહ્યું પણ આ રિપબ્લિકે પોતાના ધ્વજમાં દક્ષિણ આફ્રિકાના ખ્વા ઝુલુની ઓળખ યથાવત્ જાળવી છે. હા, દક્ષિણ આફ્રિકા અને ટુવા રિપબ્લિકન એમ બંનેના સમાન રાષ્ટ્રધ્વજની તસવીરો અહીં અપાઈ છે.

બ્લેક હુણ (Xhosa)

XIONGNU ચીનની દીવાલ નજીક મળ્યા પછી Xhosa tribe દક્ષિણ આફ્રિકામાં મળે? વિશ્વ ઈતિહાસમાં હવે બ્લેક હુણ જેવા શબ્દ પ્રયોજન થવું રહ્યું ? Sonqoba Simunye અહીં વાંચવા મળે. દક્ષિણ આફ્રિકાની Xhosa tribe ( Nguni people ) ,ખોઈસણ ભાષા, Kwa Zulu અને તેમના શાસક Shaka અહીં જ મળે. હવે નાઈજીરિયાની હૌસા ( Hausa) ટ્રાઈબ, સોંઘે એમ્પાયર, બકાવી પરંપરા વિશે આપણે જાણ્યું. નર્મદા તટે ખરગોન નજીક રચાયેલું હોશંગાબાદ આટલું બધું યાદ રાખે? પણ મૌર્ય ઉપખંડનો રહીશ રામના પવિત્ર અયોધ્યાના વારસ લવ કુશને પણ ભૂલી જાય? લવ કુશને ઈશ્વરપુત્ર કહી શકાય? હે રામ..!

[email protected]