husband and wife dance video viral on social media
  • Home
  • Featured
  • VIDEO: આ પતિ-પત્નીનો દેશી ડાન્સ જોઈ લોકો મોજમાં આવી ગયા, કહ્યું-આને કહેવાય અસલી પ્યાર

VIDEO: આ પતિ-પત્નીનો દેશી ડાન્સ જોઈ લોકો મોજમાં આવી ગયા, કહ્યું-આને કહેવાય અસલી પ્યાર

 | 7:22 pm IST

સોશિયલ મીડિયા પર આ પતિ-પત્નીનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પતિ-પત્નીનો આ વાયરલ વીડિયો ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. આ વીડિયોમાં આ સુંદર દંપતી ફિલ્મ ‘મુદ્દત’ ના ‘પ્યાર હમારા અમર રહેગા, યાદ કરેગા જહાં’ ગીત પર ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. ડાન્સ વીડિયોમાં આ સુંદર યુગલનું સ્મિત જોવાલાયલ યોગ્ય છે.

સુશાંતે વીડિઓ સાથે ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું છે કે-આ પ્રેમ છે, આપણે ઘણી વાર કોઈક મોટી ખુશીની રાહમાં આ અમૂલ્ય સુખની અવગણના કરી નાંખતા હોઈએ છીએ.

લોકો પતિ-પત્નીના ડાન્સના ભરપૂર વખાણ કરી રહ્યા છે. તમે આનો અંદાજ લગાવી શકો છો કે શેર થયાના થોડા કલાકોમાં આ વીડિઓ હજારો વખત જોવાયો છે. આટલું જ નહીં લાઈક્સ અને રીટ્વીટ પણ મળ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન