Husband attack on Wife in front of Office in Dubai, next hearing 2nd March
  • Home
  • Featured
  • દુબઈ ગયેલ ભારતીય વ્યક્તિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી હેરાન થઈ જશો

દુબઈ ગયેલ ભારતીય વ્યક્તિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી હેરાન થઈ જશો

 | 7:05 pm IST

દુબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં પેસેન્જર વિઝા પર ગયેલ એક ભારતીય વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી છે. ભારતીય શખ્સે પત્નીની કરુણ હત્યા તેની ઓફિસની બહાર ચપ્પુના ઘા ઝીંકીને કરી છે. દુબઈની એક મીડિયા એજન્સી મુજબ હત્યારા શખ્સે પત્નીની હત્યા ચપ્પુના ઘા ઝીંકી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પેસેન્જર વિઝા પર દુબઈ ગયેલ એક ભારતીય શખ્સે તેની પત્ની પર વિશ્વાસઘાતની શંકા થતા તેને મોતને ઘાટ ઉતારી છે. 44 વર્ષીય વ્યક્તિએ ચપ્પુના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી છે. તેને શંકા હતી કે તેની પત્ની તેની સાથે વિશ્વાસઘાત કરી રહી છે.

સરકારી વકીલના રેકોર્ડ અનુસાર હત્યાના આરોપનો સામનો કરી રહેલો વ્યક્તિ ગત વર્ષે 9મી સપ્ટેમ્બરે પત્નીની ઓફિસ સ્થળ અલ ક્યૂઓઝ ઔદ્યોગિક વિસ્તારમાં ગયો હતો. ત્યાં બંને વચ્ચે મહિલાના બોસના એક મેસેજને લઈ બોલાચાલી થઈ. આ દરમિયાન વ્યક્તિએ તેની પત્ની પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો. મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. આ મામલે હવે આગામી સુનાવણી 2 માર્ચે થશે.

આ વીડિયો પણ જુઓ: હળવદમા દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન