'મારી અંદરનો મર્દ બતાવું' કહી પતિએ પત્ની સાથે કરી હેવાનિયત, પોલીસ પહોંચતા... - Sandesh
  • Home
  • Ahmedabad
  • ‘મારી અંદરનો મર્દ બતાવું’ કહી પતિએ પત્ની સાથે કરી હેવાનિયત, પોલીસ પહોંચતા…

‘મારી અંદરનો મર્દ બતાવું’ કહી પતિએ પત્ની સાથે કરી હેવાનિયત, પોલીસ પહોંચતા…

 | 8:01 pm IST

પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોનો વિરોધ કરનાર મહિલા સાયન્ટિસ્ટ ઉપર પતિએ જુલમ ગુજાર્યો હતો. પત્નીને ગુપ્તભાગ અને પેટમાં લાતો મારી પતિએ તને મારી અંદરનો મર્દ બતાવું તેમ કહી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવાની કોશિશ કરી અને ઓડિયો બનાવ્યો હતો.ચાંદખેડા પોલીસે બુધવારે સાંજે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા ન્યુ સીજી રોડ પર ખાતે રહેતી 37 ર્વિષય કોમલ (નામ બદલ્યું છે) એન.આઈ.એફ (નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન ડી.એસ.ટી) ગ્રામભારતીમાં ખાતે સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે. કોમલના લગ્ન 2002માં ઈન્સ્યુરન્સ કંપનીમાં ફરજ બજાવતાં વિજય (નામ બદલ્યું છે) સાથે થયા હતા. વિજયના લગ્ન પહેલા અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા. બાદમાં પણ જામનગર ખાતે વિજય નોકરી કરતો ત્યાં બે મહીલા સાથે તેના સંબંધો હતો. આ બાબતે કોમલે વિરોધ કરીને અન્ય મહીલાઓ સાથે સંબંધો તોડવા વિજયને જણાવ્યું હતું. સાસુ,જેઠ જેઠાણી પણ કોમલને હેરાન પરેશાન કરતા અને વિજયનો પક્ષ લેતા હતા.પરસ્ત્રીઓ સાથેના સંબંધોને મામલે કોમલે સાસુને ફોન કરી વિજયને સમજાવવા કહ્યું હતું. આ મુદ્દે ગત સોમવારે વિજયે કોમલને મારમારી પોતાની જાતે મુજે મત મારો તેમ બોલીને ઓડિયો ઉતારતો હતો. તે પછી કોમલને આજે તને મારી અંદરનો મર્દ બતાવી દઉ તેમ કહી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. વિજયે છુટો બુટ અને ગ્લાસ મારતાં કોમલે આ અંગે પોલીસમાં ફોન કર્યો હતો. ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પતિએ પત્નીને ઈસ્ત્રી અડાડી દેતાં બીજી ફરિયાદ

ચાંદખેડામાં ડીપીએસ સ્કુલમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતી મહિલાએ ગત રવિવારે પતિ,સાસુ અને સસરા વિરૃદ્ધ શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી. તે પછી મહિલા પરત પતિને ઘરે પહોંચી હતી. બીજા દિવસે પતિ,સાસુ અને સસરાએ ફરી ઝઘડો કરી મહિલાને માર મારીને ધમકી આપી કે, પોલીસમાં જાન કરીશ તો જાનથી મારી નાંખીશું. તે પછી પતિએ મહિલાને હાથમાં ગરમ ઈસ્ત્રી અડાડી ગંભીર ઈજા કરી હતી. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન