...વહુના લક્ષણો માંડવામાં.... લગ્નના 15 મિનિટમાં જ.... - Sandesh
  • Home
  • World
  • …વહુના લક્ષણો માંડવામાં…. લગ્નના 15 મિનિટમાં જ….

…વહુના લક્ષણો માંડવામાં…. લગ્નના 15 મિનિટમાં જ….

 | 4:49 pm IST

લગ્ન જીવનમાં વિવાદ અને તકરાર કોઇ નવી વાત નથી. પણ લગ્નની માત્ર 15 મિનિટમાં જ ઝઘડો થાય તો તેને શું કહેવાય ? આ ઘટનાને આશ્યરજનક કહી શકાય ને. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા લંડનમાં લગ્ન પછી માત્ર 15 મિનિટમાં જ નવવધુને તેનો વર ફટકારતો જોઇ શકાય છે.

20 સેકેન્ડનાં આ વીડિયોમાં નવયુગલ કેસ ખાઈને નવજીવનનો મીઠો આરભ કરતું હોય છે. એ સમયે પહેલા વર નવવધુને ફોર્કથી કેક ખવરાવે છે. જે બાદ વધુનો વારો આવે છે. તે પણ વરને ફોર્કથી કેક ખવરાવે છે.

 જોકે, આ પહેલા તેને થોડી મસ્તી સુઝે છે અને ફોર્ક તે વરના મોં પાસે લાવીને થોડો દૂર હટાવી લે છે. આ વીડિયો તુર્કીનો હોવાનું મનાઇ રહ્યું છે. હાલમાં 6 લાખ કરતા પણ વધુ લોકો તેને જોઇ ચૂકયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન