અમદાવાદ: પ્રેમી સાથે 'રંગરેલિયા' મનાવતી પત્નીને પતિએ હોટેલમાં જ ઝડપી - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: પ્રેમી સાથે ‘રંગરેલિયા’ મનાવતી પત્નીને પતિએ હોટેલમાં જ ઝડપી

અમદાવાદ: પ્રેમી સાથે ‘રંગરેલિયા’ મનાવતી પત્નીને પતિએ હોટેલમાં જ ઝડપી

 | 10:59 am IST

પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક કડવાશ આવે છે પરંતુ, બંને પાત્રની સમજણથી દૂર થઈ જાય છે અને બધું પૂર્વવત થઈ જાય છે પરંતુ, લાંબા સમય સુધી પત્ની પતિ પ્રત્યે ધ્યાન ન આપે અને સતત ઉપેક્ષા કરે ત્યારે દાળમાં કંઈક કાળું હોવાનું લાગ્યા વિના રહેતું નથી. આવો એક કિસ્સો શહેરના પોશ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. પતિએ પત્નીનો પીછો કરી મીઠાખળીમાં આવેલ લેમન ટ્રી હોટેલના રૂમમાં પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ પકડી ત્યારે મધરાતે દોડધામ મચી જવા પામી હતી.

પ્રેમી ચિક્કાર પીધેલી હાલતમાં મળ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં રહેતા મંથન પટેલના લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ હતી. ૩૦ વર્ષીય પત્ની શીલા ઉપર મંથનને શંકા હતી. શીલાના મોબાઈલ ફોને તેની પોલ ખોલી નાંખતા મંથન તેને રંગેહાથ પકડવા મક્કમ બન્યો હતો.

ગઈકાલે શીલાએ ઓફિસમાં મોડું થશે તેવું બહાનુ કાઢતાં મંથનને શંકા ગઈ હતી અને તેણે શીલાના કેટલાક મિત્રો પાસેથી માહિતી મેળવી શીલાનો પીછો કર્યો હતો. શીલા એક અજાણ્યા શખ્સ સાથે કારમાં બેસીને નીકળતા મંથન તેમની પાછળ લાગી ગયો હતો. મધરાત્રિ બાદ શીલા તેના પ્રેમી સાથે મીઠાખળીની લેમન ટ્રી હૉટલમાં ગઈ હતી. આખરે બેએક વાગે શીલા તેના પ્રેમી સાથે જે રૂમ (નંબર ૮૦૯)માં રોકાઈ હતી ત્યાં પહોંચી જઈને મંથને હોબાળો મચાવ્યો હતો. મંથને પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા નવરંગપુરા પોલીસ તુરંત હૉટલ ઉપર દોડી ગઈ હતી. હૉટલના રુમમાં શીલા તેના પ્રેમી પ્રભાકર ઓમકાર વશિષ્ઠ (ઉ.૩૦ રહે. આતિથ્ય રેસીડેન્સી, કોટેશ્વર રોડ, મોટેરા) સાથે મળી આવી હતી. પોલીસ આવતાની સાથે જ શીલા મંથનને કગરવા લાગી હતી અને ભૂલ બદલ માફી માગી હતી. પ્રેમી પ્રભાકર વશિષ્ઠે દારૂ પીધો હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ ઔકરી હતી. (પતિ અને પત્નીના નામ બદલ્યા છે)

મધરાતે હોટેલમાં અફરાતફરી મચી

પત્ની પ્રેમી સાથે હોટેલના રૂમમાં રંગરેલિયા મનાવતી હતી અને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેમ એકાએક ડોરબેલ રણક્યો હતો. જેથી પત્નીએ દરવાજો ખોલતાં જ સામે પતિને જોઈ સ્તબ્ધ રહી ગઈ હતી અને હોટેલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.