પ્રેમી સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતી હતી પત્ની, પતિએ પાડ્યો રંગમાં ભંગ, પછી..... - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પ્રેમી સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતી હતી પત્ની, પતિએ પાડ્યો રંગમાં ભંગ, પછી…..

પ્રેમી સાથે હોટેલમાં રંગરેલિયા મનાવતી હતી પત્ની, પતિએ પાડ્યો રંગમાં ભંગ, પછી…..

 | 11:40 am IST

ઉત્તર પ્રદેશની બરેલી કોતવાલી પોલીસે એક સરકારી ટીચરને પ્રેમી સાથે હોટેલમાં દબોચી. પતિને જ્યારે શંકા ગઈ ત્યારે તે પોતાના મિત્રોને લઈને હોટલ પહોંચ્યો. આ હોટેલમાં પત્નીને પ્રેમી સાથે ખુબ જ આપત્તિજનક સ્થિતિમાં જોઈને પતિના તો હોશ જ ઉડી ગયાં. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે.

અત્રે જણાવવાનું કે યુવકના વિવાહ બે વર્ષ પહેલા બિનાવરની અનુદેશક સાથે થયા હતાં. બંને વચ્ચે પહેલી મુલાકાત થઈ અને ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન થોડા મહિનાઓ પહેલા યુવકની પત્નીને બરેલીના જ કોઈ બીજા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો. પત્ની છાશવારે પ્રેમી સાથે મોબાઈલ પર વાતો કરતી હતી.

પતિએ પત્નીને કહ્યું કે તે બે દિવસ માટે તેના મોસાળ જાય છે અને ત્યારબાદ પત્નીએ પ્રેમીને મળવા અને રંગરેલીઓ મનાવવા માટે હોટેલનો પ્લાન બનાવ્યો. પતિ મોસાળ લખનઉ ન ગયો અને મિત્રના ત્યાં રોકાઈ ગયો. ઘરમાં બીમાર સસરાને બજાર જવાનું કહીને યુવતી તેના પ્રેમીને મળવા માટે હોટેલ પહોંચી ગઈ. પતિએ મહિલાની પાછળ મિત્રોને લગાવ્યાં હતાં.

યુવતી જેવી પ્રેમી સાથે હોટેલમાં ઘૂસી કે પતિ પણ મિત્રો સાથે પહોંચી ગયો. પતિએ 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી અને હોટેલમાં અંદર ગયો. જેવો રૂમમાં પહોંચ્યો કે પત્નીને ખુબ જ આપત્તિજનક સ્થિતિમાં પ્રેમી સાથે રંગે હાથ પકડી લીધી.