Husband chased his love-married wife and hurried from the hotel with friends in awkward condition
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પતિ, પત્ની ઔર વો: પતિએ પકડવા છુપી રીતે કેમેરા ગોઠવ્યા, પત્નીની લીલા કેદ થઈ, મિત્રો સાથે કઢંગી હાલતમાં…

પતિ, પત્ની ઔર વો: પતિએ પકડવા છુપી રીતે કેમેરા ગોઠવ્યા, પત્નીની લીલા કેદ થઈ, મિત્રો સાથે કઢંગી હાલતમાં…

 | 10:22 am IST
  • Share

અઢી અક્ષરના પ્રેમ પાછળ લોકો પાગલ બની જતા હોય છે તે હકીકત છે પરંતુ એ જ પ્રેમ પ્રેમલગ્નમાં પરિણમ્યા બાદ પણ પતિ સિવાય અન્ય લોકોને પ્રેમ કરવો તે વાત કેટલી હદે વ્યાજબી કહી શકાય ત્યારે રાજકોટમાં પણ પતિ, પત્ની ઔર વો જેવો કિસ્સો સામે આવતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. પત્નીને પકડવા પતિએ હિડન કેમેરા ગોઠવ્યા બાદ પત્નીને મિત્ર સાથે હોટલમાં કઢંગી હાલતમાં ઝડપી લેતા તેના જ બે દગાખોર મિત્રોએ છરી દેખાડી ફૂટેજ ડીલીટ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે

મૂળ મેંદરડાના સમઢિયાળા ગરી ગામના અને હાલ અંબીકા ટાઉનશીપ બાદ જ્લજીત સોસાયટીમાં રહેતા સંદીપ ભગવાનજીભાઈ ભાખર ઉ.30એ મેંદરડાના દાત્રાણા ગામના હિરેન વિનુભાઈ વઘાસીયા અને અંબીકા ટાઉનશીપમાં રહેતા બ મિત્રો અરવિંદ લાલજીભાઈ વઘાસીયા સામે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે પોતે સીસીટીવી, કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરે છે. 2019માં પુનમ ઝીન્ઝુંવાડિયા સાથે પ્રેમ થઇ જતા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની સતત ફેનમાં વ્યસ્ત રહેતી હોવાથી તેણીને ફોનનો ઓછો ઉપયોગ કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. મિત્ર હિરેન પણ પડોશમાં રહેતો હોય ઘરે આવવા જવાના સંબંધ હતા.

જેથી પત્નીને તેની સાથે સંબંધ હોવાની શંકા ઉપજી હતી. આ શંકાનું સમાધાન કરવા ઘરમાં હિડન કેમેરા ગોઠવ્યા હતા જે ચેક કરતા હિરેન અને તેના મોટાબાપુનો પુત્ર અરવિંદ બંને ઘરે આવતા નજરે પડયા હતા તેમજ પત્ની સાથે બેડરૂમમાં આલીંગન કરતા પણ નજરે પડયા હતા.

સામાન્ય દિવસોમાં પત્ની ટીફીન બનાવવાનું મોડું કરતી હતી પરંતુ 24 માર્ચના રોજ પત્નીએ સાડા આઠ વાગ્યે ટીફીન બનાવી દેતા શંકા ઉપજી હતી. જેથી ઘરેથી નીકળ્યા બાદ ઓફીસ જવાને બદલે ઘરથી થોડે દુર વોચ રાખી ઉભો રહ્યો હતો પોણો કલાક પછી પત્ની સૂત્ર લઈને નીકળી હતી અને કુવાડવા રોડ ઉપર આવેલ હોટલ નોવાના રૂમ નબર 202માં ગઈ હતી.

ત્યાં જઈને જોતા પત્ની મિત્ર હિરેન સાથે કઢંગી હાલતમાં મળી આવતા વિડીયો બનાવી લીધો હતો હિરેન સાથે માથાકૂટ થતા પત્નીને સાસરે મૂકી આવ્યો હતો આ અંગે બંને મિત્રોએ છરી દેખાડી વિડીયો ડીલીટ કરવાની ધમકી આપી હતી અને ઝપાઝપી કરી હતી જેથી અંતે આ અંગે ફ્રિયાદ નોંધાવતા પી.એસ.આઈ. પી.એ.ગોહેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

પત્નીના પાપે પ્રેમાંધ પતિને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવા પડયા

પ્રેમલગ્ન કર્યા બાદ પસ્તાવો જ મળે છે તે વાત આ પતિ, પત્ની ઔર વો જેવો કિસ્સો સાબીત કરી રહ્યું છે કારણકે જે યુવતીને પ્રેમ કર્યો, તેની સાથે લગ્ન કર્યા ત્યાર પછી એ જ પત્ની તેના જ બે મિત્રો સાથે તેના જ રૂમમાં કઢંગી હાલતમાં મળતા પ્રેમાંધ પતિને પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો વખત આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન