Husband Cheat with Dance Teacher
  • Home
  • Ahmedabad
  • ડાન્સ ટીચર સાથે વિદેશમાં થયો દગો, લગ્ન કર્યા બાદ ખબર પડી કે પતિને તો…

ડાન્સ ટીચર સાથે વિદેશમાં થયો દગો, લગ્ન કર્યા બાદ ખબર પડી કે પતિને તો…

 | 10:26 am IST

શહેરના રાણીપમાં રહેતી ડાન્સ ટીચરને વિદશે મોકલવાની લાલચ આપી લગ્ન કરી લેતાં દગો થયો હોવાનો એહસાસ થયો છે. એટલું જ નહીં જેની સાથે લગ્ન કર્યા છે તે પુરુષને આખા શરીરે ધાધર થઈ હોવાની વાત ડાન્સ ટીચરના સાસરિયાઓએ છુપાવી હતી. તેના પતિને ગુપ્ત ભાગે ઓપરેશન કરવાની વાત પણ ડાન્સ ટીચરના પરિવારને કરવામાં આવી નહોતી. તેવો આક્ષેપ કરતી ફરિયાદ ગુરુવારે રાણીપ પોલીસસ્ટેશનમાં પરિણીતાએ કરી છે. લગ્ન કરવા માટે લોભામણી લાલચ આપીને લગ્ન તો કરી લીધા હતા. પરંતુ ત્યારબાદ બે જ દિવસમાં સાસરિયાવાળાએ રંગ બદલતાં 3 જ મહિનામાં ઘરસંસારથી ત્રાસેલી ડાન્સ ટીચરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

20 વર્ષની સ્મરુતિ પટેલ ( નામ બદલેલ છે) મૂળ મહેસાણાની રહેવાસી છે. છેલ્લા 4 મહિનાથી તેના પરિવાર સાથે શહેરના રાણીપ વિસ્તારમાં ભાડે રહે છે. તેમની પાડોશમાં રમેશભાઈ પટેલ રહે છે. તેમની ત્યાં તેમના મોટાભાઈ અવાર-નવાર બાબુભાઈ પટેલ આવતા-જતાં હતા. જેથી ડાન્સરના પરિવાર સાથે બાબુભાઈનો સંપર્ક થયો હતો. જેથી બાબુભાઈએ પોતાના દીકરા હર્ષ સાથે ડાન્સરના પરિવારને લગ્ન માટે વાત કરી હતી. બાબુભાઈએ પોતાનો પુત્ર હર્ષ વિદેશ મોકલવાનો હોવાની મોટી-મોટી વાતો ડાન્સરના પરિવારને લગ્ન પહેલાં કરી હતી. જેના કારણે લાલચમાં આવીને ડાન્સરના પરિવારે હર્ષ સાથે તેના ૨૭ એપ્રિલના દિવસે લગ્ન કર્યા હતા.

લગ્નના બે દિવસમાં જ હર્ષના પરિવારે ડાન્સર સાથેના વર્તનમાં રંગ બદલી નાખ્યો હતો. તેમ છતાં પોતાના ઘર સંસાર બગડે નહીં તે માટે ડાન્સરે ત્રણ મહિના સુધી સહન કર્યું હતું. આ ઉપરાંત હર્ષને આખા શરીરે ધાધર હતી. તેની જાણ કરી નહોતી. તેમજ હર્ષને ગુપ્ત ભાગે ઓપરેશન કરાવવાની વાત પણ તેના સાસરિયાઓએ છુપાવી હતી. આ અંગે પરિણીતાએ રાણીપ પોલીસસ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.