કડીઃ પત્નીના આડા સંબંધોથી કંટાળીને પતિએ કર્યું ન કરવાનું કામ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કડીઃ પત્નીના આડા સંબંધોથી કંટાળીને પતિએ કર્યું ન કરવાનું કામ

કડીઃ પત્નીના આડા સંબંધોથી કંટાળીને પતિએ કર્યું ન કરવાનું કામ

 | 12:14 pm IST

કડીના આદુંદરા નર્મદા કેનાલમાંથી ૧૦ દિવસ અગાઉ સાંજના સુમારે પુરૂષની લાશ તરતી દેખાતા કડી પોલીસે બહાર નિકાળતા મરણજનાર યુવાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શીરવાડા ગામનો ભરતભાઇ બાબુલાલ જોષી હોવાનું ખુલતા તેના વાલીવારસોને જાણ કરી લાશને પોસ્મોટમ કરાવી કડી પોલીસે તપાસ હાથ ધરતા પત્નીના આડા સબંધ મામલે યુવાને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવતા કડી પોલીસ મથકે મરણજનાર ભાઇના નિવેદનના આધારે પત્ની અને પ્રેમી સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીના આડા સંબંધ મામલે દંપતી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા
પ્રાપ્ત થતી વિગતો અનુસાર બનાસકાઠાંના કાંકરેજ તાલુકા શીરવાડા ગામના વતની અને દસકેઇ તાલુકાના વિવેકાનંદનગર ખાતે રહેતા ભરતભાઇ બાબુલા જોષી પત્નીને આડા સબંધ મામલે અવાર-નવાર ઘરમાં ઝઘડા થતા હતા અને જેના કારણે તા.૨૯.૧૨.૧૭ના રોજ ઘરે નિકળી ગયા હતા અને તા.૦૧.૦૧.૧૮ના રોજ સાંજના સુમારે તેમની લાશ કડીના આદુંદરા નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.

પત્નીની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો
કડી પોલીસે લાશની તપાસ કરતા તેની પાસે રહેલા દસ્તાવેજી પુરવાઓના આધારે ભરતભાઇની ઓળખ થતા તેમના વાલીવારસોને જાણ કરી લાશનું કડી સરકારી દવાખાને પોસ્ટમોટમ કરાવી કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કડી પોલીસની પુછપરછ દરમિયાન મરણજનાર પત્નીના આડા સબંધ મામલે વારંવાર પતિ સાથે ઝઘડા થતા હોવાની વિગતો સામે આવતા કડી પોલીસે પત્નીની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવે હતો.

માનસિક ત્રાસથી કંટાળી જઇ કેનાલમાં કૂદી કરી આત્મહત્યા
જેમાં મરણજનાર ભરતભાઇના નાનાભાઇ સુરેશભાઇના નિવેદનના આધારે કડી પોલીસે ભરતભાઇની પત્ની અને તેના પ્રેમી રણછોડભાઇ ભરવાડ સાથે આડા સબંધ ધરાવતી હોઇ જેના કારણે તેમના ભાઇ માનસીક ત્રાસથી કંટાળી જતા આદુંદરા નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી જેના પગલે કડી પોલીસે પત્ની અને પ્રેમી વિરૂધ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.