Husband Cut Wife tongue in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ પતિએ પત્નીને કહ્યું-લાવ કિસ કરવી છે જીભ નીકાળ, પછી કર્યું કાંઈક એવું કે…

અમદાવાદઃ પતિએ પત્નીને કહ્યું-લાવ કિસ કરવી છે જીભ નીકાળ, પછી કર્યું કાંઈક એવું કે…

 | 2:52 pm IST

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પત્નીની જીભ કાપી નાખી છે. પતિએ કિસ કરવાના બહાને પત્નીની જીભ બહાર કાઢવા કહ્યું હતું. જે બાદ તે જીભ કાપીને ઘર બહારથી લોક કરીને ભાગી ગયો હતો. જે બાદ પીડિત મહિલાએ બહેનને વીડિયો કોલ કરીને પોતાની આપવીતી વર્ણવી હતી. આ મામલે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તસ્લિમ મન્સુરી રહે છે. તે પાલડીમાં નર્સ તરીકે કામ કરે છે. તેઓએ અયુબભાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નનાં થોડા મહિનાઓ બાદ જ અયુબે તસ્લિમ સાથે ઝઘડાઓ શરૂ કર્યા હતા. તે કાંઈ કામ ધંધો કરતો ન હતો. બુધવારે રાત્રે અયુબે તસ્લિમને કિસ કરવાનું કહી જીભ બહાર કઢાવી હતી. અને પછી જીભને હાથમાં પકડી લીધી હતી. બાદમાં પોતાની પાસે રહેલી છરી વડે તેની જીભ કાપી નાખી હતી.

જીભ કાપી નાખ્યા બાદ અયુબ ઘરને બહારથી લોક મારીને ભાગી ગયો હતો. જે બાદ તસ્લિમે પોતાની બહેનને વીડિયો કોલ કરીને પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ તસ્લિમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન