પત્નીનો મેકઅપ ઉતરી જતાં પતિનો પ્રેમ પણ ઉતરી ગયો - Sandesh
  • Home
  • World
  • પત્નીનો મેકઅપ ઉતરી જતાં પતિનો પ્રેમ પણ ઉતરી ગયો

પત્નીનો મેકઅપ ઉતરી જતાં પતિનો પ્રેમ પણ ઉતરી ગયો

 | 6:09 pm IST

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં નવપરિણીત પતિ-પત્નીએ છૂટાછેડા લઈ લીધા છે. વળી આ છૂટાછેડા પાછળનું કારણ હતું મેકઅપ. પતિએ કહ્યું હતું કે મે મેકઅપ વગર પહેલી વખત મારી પત્નીને જોઈ ત્યારે હું તેને ઓળખી જ ન શકયો. પતિ સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્નીનો મેકઅપ ધોવાઈ ગયો હતો અને જોઈને તે એકદમ ચોંકી ગયો હતો.

 યુવકની પત્ની જે મનોચિકિત્સક પાસે સારવાર લઈ રહી હતી તેમણે જણાવ્યું હતું કે, કપલ શારજાહના અલ મામઝર બિચ પર ગયું હતું ત્યારે 34 વર્ષના પતિએ જોયું કે તેની 28 વર્ષની પત્ની કંઈક અલગ જ દેખાતી હતી અને તેની પાછળનું કારણ હતું તેનો મેકઅપ ધોવાઈ ગયો હતો.

 ગલ્ફ ન્યુઝના અહેવાલ પ્રમાણે પતિને તેની પત્ની એટલી સુંદર ન લાગી જેટલી તે લગ્ન પહેલા અને કોસ્મેટિક યુઝ સાથે દેખાતી હતી, આ પત્નીની પાંપણો પણ નકલી હતી.

 યુવકની પત્નીને કન્સલ્ટ કરી રહેલા મનોચિકિત્સક ડો. અબ્દુલ અઝિઝે જણાવ્યું હતું કે, તેમને એક રિકવેસ્ટ મળી હતી કે એક સ્ત્રીને છૂટાછેડા પછી માનસિક રીતે પડી ભાગી છે તેને સારવારની જરૂર છે.

 છૂટાછેડા આપનાર પતિએ જણાવ્યું હતું કે તે મેકઅપ ઉતરી ગયા બાદ તે તેની પત્નીને ઓળખી જ શકયો ન હતો. તેની પાંપણો તો નકલી હતી જ પણ તેને લગ્ન પહેલા કેટલીક કોસ્મેટિક સર્જરીઓ પણ કરાવી હતી. ડોકટરે જણાવ્યું હતું કે, છૂટાછેડા લેનારી સ્ત્રીએ જણાવ્યું હતું કે તેના પતિને હકીકત જણાવવાની હતી પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન