Husband Fired Alive By His Wife In Godhara
  • Home
  • Gujarat
  • ગોધરા: ઉશ્કેરાયેલી પત્નીએ પતિને ચાંપી દીધી આગ, પતિનું મોત

ગોધરા: ઉશ્કેરાયેલી પત્નીએ પતિને ચાંપી દીધી આગ, પતિનું મોત

 | 4:04 pm IST

ઘણીવાર પતિ-પત્ની વચ્ચેનો સામાન્ય ઝઘડો મોટુ સ્વરૂણ ધાર કરતો હોય છે. કેટલીકવાર આવા ઝઘડાઓ હિંસાત્મકરૂપ ધારણ કરતા હોય છે અને આખરે પસ્તાવાનો વારો આવતો હોય છે. આવો જ એક બનાવ ગોધરામાં બન્યો છે. ગોધરામાં પત્ની દ્વારા પતિને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં પતિનું સારવાર દરમિયાન મોત થયું છે. પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલી પત્નીએ પતિને આગ ચાંપી દીધી હતી, જેને કારણે પતિ ભયંકર રીતે દાઝી ગયો હતો. આખરે પતિને તાત્કાલિત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પત્ની પતિને આગ ચાંપીને ફરાર થઈ ગઈ હતી, જ્યારે પતિનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઘટનાને લઇને પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસે હત્યારી પત્નીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. પતિને આગ ચાંપીને ફરાર થઇ ગયેલી પત્નીને શોધવા પોલીસ મથી રહી છે તો બીજી તરફ પંથકમાં આ ઘટનાને લઇને સૌ કોઈ ચોંકી ગયા છે.