અમદાવાદના પ્રસૂતિ સમયે પત્નીનું મોત થતા પતિએ ડૉક્ટર પર કર્યું ફાયરિંગ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના પ્રસૂતિ સમયે પત્નીનું મોત થતા પતિએ ડૉક્ટર પર કર્યું ફાયરિંગ

અમદાવાદના પ્રસૂતિ સમયે પત્નીનું મોત થતા પતિએ ડૉક્ટર પર કર્યું ફાયરિંગ

 | 9:29 pm IST

ઓઢવની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિપુલની પત્નીનું ઓગસ્ટ-૨૦૧૮માં ડિલીવરીનું ઓપરેશન ડો. મુકેશની કુંવરબા જનરલ હોસ્પિટલમાં કરાવ્યું હતું. બાળકનો જન્મ થયો પરંતુ વિપુલની પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.પત્નીના મોતનું મનદુઃખ રાખી સોમવારે બપોરે સાડા બાર વાગ્યે ઓઢવ રબારી વસાહત કરશન નંગર ગેટ નં.10 પાસે ડો.મુકેશને ડાબા બાવળા પર ગોળી મારી વિપુલ વ્યાસ ભાગી ગયો હતો. ઓઢવ પોલીસે હત્યાની કોશિશની ફરિયાદ લઇ વિપુલને પકડવા તજવીજ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં આવેલા આલોક વિ-૩ બંગ્લોઝમાં ડો. મુકેશ રણછોડ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને ઓઢવના મહેશ્વરની નગર સામે કુંવરબા જનરલ હોસ્પિટલ ચલાવે છે. હોસ્પિટલમાં જુદી જુદી ફેકલ્ટી વિઝીટીંગ ડોકટર તરીકે ફરજ બજાવે છે. સોમવારે ડો. મુકેશ પોતાનું રાબેતા મુજબનું કામ પતાવીને મિત્રને ઉછીના પૈસા જોઇતા હોવાથી બેંકમાં લેવા માટે બપોરે પોતાના જ્યુપીટર પર નિકળ્યા હતા. આ સમયે તેઓ ઓઢવ રબારી વસાહત કરશન નંગર ગેટ નં.10 પાસે પહોચ્યો હતા આ સમયે તેમના ફોનમાં કોઇનો ફોન આવ્યો અને ફોન કાઢવાની કોશિશ કરતા હતા આ સમયે ડાબા બાવળા પર ધડાકાના અવાજ સાથે ગોળી વાગી હતી. આ સમયે વિપુલ વ્યાસ નામનો શખસ બુલેટ પર આગળ નિકળ્યો હતો અને તેના હાથમાં નાની ગન હતી. ડો. મુકેશને બાવળા પર લોહી નિકળવા લાગ્યું હતુ. તપાસ દરમિયાન બાવળા પર ફેક્ચર અને ગોળી અંદર હોવાનુ બહાર આવ્યું હતુ.

પોલીસે જણાવ્યુ હતુ કે, હત ઓગસ્ટ 2018માં અમારી હોસ્પિટલમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિપુલ વિષ્ણુ વ્યાસની પત્ની રુપલબેનની ડિલેવરી હતી અને વિઝીટર ડોકટર સફલતાબેન ગુપ્તાએ સોનાગ્રાફી કરી પાણી ઓછુ હોવાથી વિપુલ વ્યાસની મંજુરી સાથે ઓપરેશન કરતા બાળકનો જન્મ થયો હતો પરંતુ રુપલબેની તબીયત લથડતા પહેલા સ્પંદન અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું હતુ. તેનુ મનદુખ રાખી વિપુલે ડો. મુકેશ પર ફાયરિંગ કર્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ, હથિયાર ગેરકાયદેસર હોવાથી પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી વિપુલ હાથીજણ ખાતે રેસ્ટોરન્ટ ધરાવે છે.

આ વીડિયો પણ જુઓ ; એક્ઝિટ પોલમાં મોદી – મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન