husband-for-objecting-to-wife-swapping-plan-in-bijnor-uttar-pradesh
  • Home
  • Featured
  • પતિ અને સાઢૂએ પત્નીઓ અદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું…

પતિ અને સાઢૂએ પત્નીઓ અદલા બદલી કરવાનો બનાવ્યો પ્લાન, પછી જે પરિણામ આવ્યું…

 | 5:28 pm IST

યૂપીના બિજનૌરમાં પત્નીની અદલા બદલીની ખરાબ રમતમાં સાથ ન આપતા 23 વર્ષીય યુવતીને પોતાના પતિ અને સાઢૂએ કથિત રીતે હત્યા કરી હતી. આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બુધવારે આરોપી પતિએ પોલીસની સામે ગુનો કબૂલ્યો હતો. પોલીસે આ મામલામાં આરોપી પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

પોલીસના મતે, આરોપી પતિ પોતાની પત્નીને પસંદ કરતો નહોતો, પરંતુ તેની પરણિત બહેનનો પસંદ કરતો હતો, જ્યારે તેનો સાઢૂ તેની મૃત પત્નીને પસંદ કરતો હતો. ત્યારબાદ બન્ને જણાંએ સાથે મળીને પત્નીની અદલા બદલીનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે મૃત યુવતીની બહેન પણ તૈયાર થઇ ગઇ હતી. પરંતુ, મૃત લક્ષ્મીએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો. સાથે તેને ખરાબ વ્યવહાર માટે પોતાના પતિને થપ્પડ પણ મારી હતી.

ત્યારબાદ લક્ષ્મીના પતિએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના મતે, આરોપીઓ 30 નવેમ્બરે લક્ષ્મીની હત્યા કરી તેનો મૃતદેહ તેના પિયરના ઘરથી 100 મીટરના અંતરે ફેંકી દીધી હતો. ત્યારબાદ લક્ષ્મીની બહેને તેનો મૃતદેહ જોયો હતો અને પરિવારજનોને તેની જાણકારી આપી હતી. પોલીસે મૃત લક્ષ્મીના પરિવારજનોને જણાવ્યું કે, 30 નવેમ્બરની રાત્રે 9 વાગ્યાની આસપાસ તેના પતિ વિશાલે તેને મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ તે ગુમ હતી. આ જાણકારીના આધાર પર પોલીસે વિશાળ વિરુદ્ધ મામલો નોંધી તેની તપાસ શરૂ કરી છે.

પત્નીની પરણિત બહેન સાથે હતો પ્રેમ
પોલીસે જ્યારે વિશાલની કડક શબ્દોમાં પુછપરછ કરી તો તે ટૂટી ગયો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. રાયપુર સાદાત પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, તે પોતાની પત્નીને પ્રેમ કરતો નહોતો. પરંતુ તેને પરણિત બહેન પસંદ હતી. જ્યારે સાઢૂને પોતાની પત્ની પસંદ હતી. વિશાળે પોલીસને જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા તેની પત્નીએ તેના સાઢૂ યોગેન્દ્રને આ ખોટી હરકતના કારણે થપ્પડ મારી હતી.

આવી રીતે બનાવ્યો પ્લાન
ત્યારબાદ બન્ને જણાએ પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનના મતે, વિશાલે પોતાની પત્ની લક્ષ્મીને થોડાક દિવસ માટે તેના પિયર પહોંચાડી દીધી હતી. ત્યારબાદ વિશાલે 30 નવેમ્બરની રાત્રે તેને ફોન કરી ઘરની બહાર મળવા બોલાવી હતી. ત્યા પહેલાથી હાજર યોગેન્દ્ર અને એક અન્ય સાથીની સાથે મળીને તેનું ગળું દબાવીને તેની (લક્ષ્મી) હત્યા કરી દીધી હતી.