Husband Found Wife as Call Girl in Kashipur At Uttrakhand
  • Home
  • Featured
  • વોટ્સઅપ પર બુક કરી બોલાવેલી કોલગર્લ નીકળી પત્ની, બંને સામસામે આવ્યા પછી…

વોટ્સઅપ પર બુક કરી બોલાવેલી કોલગર્લ નીકળી પત્ની, બંને સામસામે આવ્યા પછી…

 | 11:07 am IST

ઉત્તરાખંડના કાશીપુરમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જે સભ્ય સમાજ માટે કલંક રૂપ છે. આજકાલ અહીંના સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. અહીં એક પતિને તેમની પત્નીના ચારિત્રને લઇને અને તે દેહવ્યાપાર કરતી હોવાની શંકા હતી. આથી તેણે પત્નીનો ભાંડો ફોડવા માટે મહિલા દલાલના માધ્યમથી એક કોલગર્લની ડિમાંડ કરી. પતિના આશ્વર્ય વચ્ચે મહિલા દલાલે તેમને જે ફોટાઓ મોકલ્યા હતા તેમાં તેમની જ પત્નીનો ફોટો પણ હતો. પતિએ ધીરજ ન ગુમાવતા તેમની પત્નીની જ મહિલા દલાલ પાસે ડિમાન્ડ કરી.

પત્નીને ગ્રાહક તરીકે કોણ છે તેની ખબર નહોંતી આથી તે નક્કી કરેલી જગ્યાએ પહોંચી પણ ગઇ. અહીં જ્યારે પતિ અને પત્ની બંનેનો આમનો સામનો થયો ત્યારે વાત બોલાચાલી અને મારામારી સુધી પહોંચી ગઇ અને પોલીસ બોલાવવી પડી. પોલીસની હાજરીમાં બંનેએ એકબીજા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છે.

વિસ્તારથી વાત કરીએ તો અહીંના ITI પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારની યુવતીના લગ્ન થોડા વર્ષો પૂર્વે દિનેશપુરના યુવક સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ પણ તે સાસરે રહેવાના બદલે વધારે સમય પિયર કાશીપુરમાં જ રહેતી હતી. પત્ની વારંવાર સાસરીના બદલે પીયરમાં વધુ રહેતી હોવાના કારણોસર પતિના મનમાં થોડી શંકા પેદા થઇ હતી અને આ બાબતે ઉંડા ઉતરવાનું નક્કી કર્યું હતુ.

પત્નીની ફ્રેન્ડે જ તેના પતિને કોલગર્લ હોવાની માહિતી આપી

આ યુવતીની એક બહેનપણી હતી અને બંને સહેલીઓ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. આથી નારાજ બહેનપણીએ મહિલાના પતિને તેમની પત્ની કોલગર્લ હોવાની માહિતી આપી દીધી હતી. એટલું જ નહીં આ સિવાય તેમણે એ પણ જણાવ્યું હતું કે શ્યામપુરમમાં રહેતી અન્ય એક મહિલા દલાલના માધ્યમથી તેમની પત્ની દેહવ્યાપાર કરે છે. આ સાથે તેમણે મહિલા દલાલનું નામ અને તેમનો ફોનનંબર પણ તેમને આપ્યો હતો. જેના પર સંપર્ક કરીને પતિએ મહિલા દલાલ પાસે કોલગર્લની ડિમાન્ડ કરી હતી.

પતિ-પત્ની વચ્ચે મારામારી અને આરોપો

પતિની ડિમાન્ડ અનુસાર જ્યારે મહિલા દલાલે તેમની પત્નીને નક્કી કરેલી જગ્યાએ મોકલી આપી હતી. પરંતુ પત્ની જ્યારે તે જગ્યા પર ગઇ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ કારણે કે ગ્રાહક તરીકે બીજો કોઇ નહીં પરંતુ તેમનો જ પતિ હતો.

પછી બંને વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી અને પછી બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. પતિએ પત્નીના ચારિત્રને લઇને ફરીયાદ કરી હતી તો પત્નીનું કહેવું હતું કે તેમની બહેનપણી સાથે તેમના પતિના આડા સબંધો છે અને પતિ શંકા કરીને તેમને માર મારે છે. સ્થાનિક પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ સભ્ય સમાજમાં આવી ઘટના આપણા સમાજમાં બેસી ગયેલા સડાની ચાડી ખાય છે.

આ વીડિયો પણ જુઓ : હનીટ્રેપ માટે 150 ગેંગ કાર્યરત હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન