Husband hits wife and mother-in-law with knife wounds, mother-in-law dies
  • Home
  • Ahmedabad
  • પતિએ પત્ની અને સાસુને ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંક્યા, સાસુનું મોત

પતિએ પત્ની અને સાસુને ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંક્યા, સાસુનું મોત

 | 10:03 pm IST

કારંજમાં જયોતિસંઘની ઓફીસ નીચે જાહેરમાં પત્ની અને સાસુને પતિએ ચાકૂના ઉપરાછાપરી ઘા મારી સાસુનું મોત નિપજાવ્યું હતું. દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગૃહકંકાશને લઈને પત્ની માતા સાથે ફરિયાદ કરવા માટે જયોતીસંઘની ઓફીસે પહોંચી હતી. આ બાબતને લઈને ઉશ્કેરાયેલા પતિએ આજે પત્ની અને સાસુ પર ચાકુ વડે હુમલો કર્યો જો કે સ્થાનિક લોકોએ દોડીને આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસ મુજબ શોભાબહેન રજુજી ઠાકોરની પુત્રી હેતલના લગ્ન કલ્પેશ સાથે થયા હતા. જો કે, દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. આ મુદ્દે નારાજ હેતલ આજે તેની માતા શોભાબહેન સાથે ફરિયાદ કરવા માટે જયોતીસંઘની ઓફીસે પહોચી હતી. બપોરે માતા-પુત્રી ઓફીસથી નીચે ઉતરીને જાહેર રોડ તરફ આવ્યા તે સમયે હાથમાં ચાકુૂ લઈને આવેલા કલ્પેશએ હુમલો કર્યો હતો. કલ્પેશએ શોભાબહેન અને હેતલને ચાકુના ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી.

સ્થાનિક લોકોએ દોડીને આરોપીને ઝડપી લીધો તેમજ ઈર્મજન્સી એબ્યુલન્સમાં શોભાબહેન અને હેતલ ઠાકોરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં શોભાબહેનને ફરજ પરના ડૉકટરોએ મૃત જાહેર કર્યા હતા. કારંજ પોલીસે આરોપી કલ્પેશની અટક કરી ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ વીડિયો પણ જુઓ : વિવાદોનો નિત્યાનંદ આશ્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન