ટીવી સીરિયલ જોઈને પતિએ પત્નીના 7 ટુકડા કરી સુરતમાં વિવિધ વિસ્તારોમાં ફેંક્યા - Sandesh
  • Home
  • Gujarat
  • ટીવી સીરિયલ જોઈને પતિએ પત્નીના 7 ટુકડા કરી સુરતમાં વિવિધ વિસ્તારોમાં ફેંક્યા

ટીવી સીરિયલ જોઈને પતિએ પત્નીના 7 ટુકડા કરી સુરતમાં વિવિધ વિસ્તારોમાં ફેંક્યા

 | 9:26 am IST

સુરતમાં કાળજું કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. એક યુવકે કોલગર્લ પ્રેમિકાને પત્ની બનાવ્યા બાદ દોઢ વર્ષ બાદ તેની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. અઢી વર્ષ પહેલા કોલગર્લ સાથેની મિત્રતા પ્રેમ-સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. જોકે અઢી વર્ષના ગાળા દરમ્યાન પરણિત યુવકના કોલગર્લ સાથેના પ્રેમસંબંધનો કરુણ અંજામ આવ્યો છે. આ હિચકારી ઘટના છે સુરતના લાલગેટ વિસ્તારની. જ્યાં પારસી શેરીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા યુવકે પોતાની જ બીજી પત્નીની હત્યા કર્યા બાદ તેના શરીરના અલગ અલગ ટુકડા કરી નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ઘટના પર પડદો પાડે તે પહેલા જ હત્યારો પતિ પોલીસના સંકજામાં આવી ગયો છે.

સુરતના કાસ્કીવાડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા શાહનવાઝ ઉર્ફે શાનું આલમ શેખનો સંપર્ક અઢી વર્ષ પહેલા ઝૂલેખા નામની કોલગર્લ સાથે થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રની વતની અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતી ઝૂલેખા સુરતના મજુરાગેટ વિસ્તારમાં દેહ-વેપારનો ધંધો કરતી હતી. જ્યાં આશરે બે વર્ષ અગાઉ ગેરપ્રવૃત્તિ દરમ્યાન તેણીનો સંપર્ક શાહનવાઝ ઉર્ફે શાનું આલમશેખ સાથે થયો હતો. ત્યાંથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ શાહનવાઝે તેને સહારો આપ્યો હતો. બંને એકબીજા સાથે સારી રીતે હળવા-મળવા લાગ્યા હતા. પરંતુ બાદમાં તેમની આ મુલાકાત પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. બાદમાં શાહનવાઝ ઝુલેખાના પત્ની તરીકે રાખવા લાગ્યો હતો, જે બાબતની જાણ શાહનવાઝની પ્રથમ પત્નીને થઈ ગઈ હતી.

પ્રથમ પત્નીને આ બાબતની જાણ થતા ભારે હોબાળો પણ થવા લાગ્યો હતો. જ્યાં બાદમાં આ મામલાએ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. શાહનવાઝની પ્રથમ પત્ની સાથે વારંવાર ઝઘડા થવાના કારણે શાહનવાઝ અને ઝૂલેખા વચ્ચે પણ અણબનાવ ઉભા થવા લાગ્યા હતા. જેથી ઝૂલેખાએ શાહનવાઝ પાસે રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી અને જો રૂપિયા નહીં આપે તો તેના માતા-પિતાને પણ આ બાબતની જાણ કરી દેવાની ધમકી આપતી હતી. ઝૂલેખાએ છેલ્લે 20 હજારની માંગ શાહનવાઝ પાસે કરી હતી. જેથી રવિવારની રાત્રે શાહનવાઝે ડીંડોલીથી રૂપિયા લેવા ઝૂલેખાને કાસ્કીવાડ નજીક આવેલ પોતાના અન્ય ફ્લેટ પર બોલાવી હતી. અહીં આવેલ અરિહંત એપાર્ટમેન્ટના ત્રીજા માળે ઝૂલેખા આવી પહોંચી હતી. રવિવારની મોડી રાત્રે બંને વચ્ચે ભારે રકઝક થયા બાદ સોમવારની વહેલી સવારે શાહનવાઝ દ્વારા ઝૂલેખાનું ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી.

કોલગર્લ પ્રેમિકાને પત્ની બનાવ્યા બાદ હત્યા પર પડદો પાડવા તેને પ્રથમ તો ધારદાર હથિયાર વડે તેણીના શરીરના અલગ અલગ ટુકડા કરી નાખ્યા. બાદમાં તેનો નિકાલ કરવા ઉધના સ્થિત ભાથેના ખાડી ગયો હતો. ત્યાં જઇ તેણે કોથળામાં રહેલ હાથ સહિત પગ ખાડીના પાણીમાં ફેંકી દીધા હતા. જોકે ત્યાંથી પરત ફરતી વેળા ઉધના પોલીસના વાહન ચેકીંગ દરમ્યાન તે ઝડપાઇ ગયો હતો. તેણે ઝૂલેખાના શરીરનો એક ભાગ ઓએનજીસી બ્રિજ નીચેની નદીમાં નાખી દીધો હતો.

ઉધના પોલીસે આકરીધબે પુછપરછ કરતા તેણે પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. જે સાંભળી ઉધના પોલીસ પણ ચોંકી ગઈ હતી. હત્યારા પતિ દ્વારા બીજી પત્નીના અન્ય અવશેષ પોતાના ફ્લેટ પર હોવાની વાત પોલીસને જણાવી. જ્યાં આ બાબતની જાણ ઉધના પોલીસ દ્વારા લાલગેટ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તુરત જ ત્યાં જઈ તપાસ કરતા ફ્લેટમાંથી માથુ, ધડ સહિતના અવશેષ મળી આવ્યા હતા. જે જોઈ પોલીસના પણ હોશ ઉડી ગયા.

પોલીસની વધુ પૂછપરછમાં હત્યારા પ્રેમીએ અન્ય એક શરીરનો અંગ ઓએનજીસી બ્રિજના નદીમાં નાખ્યો હોવાની કબૂલાત કરી હતી. જે પોલીસ માટે રિકવર કરવું ઘણું મુશ્કેલ સાબિત છે. જ્યારે બીજી તરફ ફલેટમાંથી મળી આવેલ ધડ, માથુ સહિતનાં અંગો પોલીસે કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. તો અન્ય અંગોની પણ પોલીસ દ્વારા શોધખોળ આરંભી દેવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર હત્યારા બીજી પત્ની ઝૂલેખા શાહનવાઝને બ્લેકમેલ કરતી હતી. જેથી કંટાળી તેણે ઝૂલેખાની હત્યા કર્યા બાદ શરીરના સાત ટુકડા કરી નાખ્યા હતા. બીજી તરફ આ પ્રકારે હત્યા કરવાનો વિચાર ખાનગી ટીવી ચેનલ પર આવતા ક્રાઈમ શો પરથી આવ્યો હોવાની હકીકત પણ આરોપીઓએ પોલીસને જણાવી છે.