વિસનગર: છૂટાછેડા માંગતી પત્ની સાથે પતિએ કર્યું ન કરવાનું કામ - Sandesh
  • Home
  • Gujarat
  • વિસનગર: છૂટાછેડા માંગતી પત્ની સાથે પતિએ કર્યું ન કરવાનું કામ

વિસનગર: છૂટાછેડા માંગતી પત્ની સાથે પતિએ કર્યું ન કરવાનું કામ

 | 8:32 pm IST

વિસનગર તાલુકાના ખદલપુર ગામના યુવાન સામે એક યુવતીએ બળજબરી પૂર્વક શારિરીક સંબંધો બાંધવા અંગે ફરિયાદ નોંધાવી છે. વિસનગર પોલીસે યુવતીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. વિસનગરના ખદલપુર ગામના પટેલ ચિરાગ બાબુલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ચિરાગ પટેલ નામના યુવાને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી સારી વાતો કરી વિશ્વાસમાં લઈ લગ્ન નોંધણી કરાવી હતી. બાદમાં ડરાવી ધમકાવી મરજી વિરૃધ્ધ શારિરીક સંબંધો બાંધ્યા હતા. અને યુવતી તેની સાથે રહેવા ન માંગતી હોવા છતાં છુટાછેડા ન આપી પત્ની તરીકે રાખવા માટે પ્રયત્ન કર્યો હતો. આ બનાવ અંગે શહેર પોલીસે યુવતીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.