NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લગ્નવિધિ વખતે જ કન્યાને વર મારે છે લાફો, કારણ જાણી પેટ પકડી હસી પડશો

VIDEO: લગ્નવિધિ વખતે જ કન્યાને વર મારે છે લાફો, કારણ જાણી પેટ પકડી હસી પડશો

 | 11:02 am IST

લગ્નવિધિ વખતે જ જો કોઈ હાસ્યાસ્પદ રીતે મુર્ખ બની જાય તો આ ક્ષણ આજીવન અવિસ્મરણીય બની જાય છે. આટલું જ નહીં લોકો પણ હસીહસીને લોટપોટ થઈ જાય છે. આ જ રીતે એક લગ્નમાં વર અને કન્યા એકબીજાના હાથ પકડીને ઊભા હોય છે. પાદરી તેમના લગ્નની વિધિ કરતા હોય છે.

આ સમયે વર અને દુલ્હન એકબીજાને કહે છે કે જીવનભર હુ તમારો સાથી અને મિત્ર બનીને રહીશું. આટલું બોલ્યા પછી વર તેની વાગદત્તાને લાફો મારી દે છે. ખરી વાત એમ હતી કે લગ્નવિધિ વખતે જ દુલ્હનના ગાલ પર મધમાખી આવીને બેસી જાય છે. કન્યાના ગાલ પરથી મધમાખી દૂર કરવા માટે વર હાથ મારે છે.

લગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને વર તથા કન્યા પણ આ ઘટના અંગે ખડખડાટ હસવા લાગે છે. જો કોઈ વર લગ્નની આ ક્ષણમાં તેની વાગદત્તાને લાફો મારે તો લોકો માટે હસીનું કારણ બની જાય છે અને ઘટના કાયમ માટે ચિંરજીવી બની જાય છે.