After learing from merder video, husband killed wife in Tamilnadu
  • Home
  • India
  • સ્માર્ટફોન પર 50થી વધું મર્ડર વીડિયો જોઈને, પુરાવા ન મળે તે રીતે પછી કરી પત્નીની હત્યા

સ્માર્ટફોન પર 50થી વધું મર્ડર વીડિયો જોઈને, પુરાવા ન મળે તે રીતે પછી કરી પત્નીની હત્યા

 | 6:45 pm IST

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક શખ્સે પડોસી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પોતાની 28 વર્ષીય ગર્ભવતી પત્નીની સિલસિલાબંધ હત્યા કરી નાંખી હતી. જો કે મળતી માહિતી પ્રમાણે હ્ત્યા કેમ કરવી અને પૂરાવા ન મળએ તે માટે કેવી રીતે હત્યા કરવી તે વિશે તેણે 50 ‘મર્ડર ટૂટોરિયલ’ વીડિયો જોયા હતા. પછી તેમાંથી પ્રેરણા મેળવીને તેણે પોતાની ગર્ભવતી પત્નીનું કાસળ કાઢી નાંખ્યું હતું. હત્યા કરી નાંખ્યા પછી પતિએ પોતાના સગા સંબંધીઓને જણાવ્યું કે તેનું મૃત્યુ તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી થયું. પણ પોલીસ તપાસમાં આ વાત ખોટી સાબિત થતાં આખરે ફાંડો ફૂટી ગયો હતો.

છેલ્લા 20 વર્ષથી મુંબઈમાં રહેતા રામાદાસે 4 વર્ષ પહેલાં પુષ્પા નામની એક યુવતી સાથે વિવાહ કર્યા હતા. આ લગ્ન પછી રામાદાસ અને પુષ્પાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. 4 મહીના પહેલા રામાદાસ પોતાના પરિવારની સાથે વિલ્લુપુરમના પોતાના ગામમાં આવ્યો હતો. જ્યાં તેમની પત્ની સાથે કોઈ વાત પર વિવાદ થઈ ગયો. એ પછી નારાજ પુષ્પા પોતાની માતાને ઘરે ચાલી ગઈ. આ દરમિયાન રામાદાસે પુષ્પાની હત્યા કરવાની સાજિશ રચી હતી અને પછી સ્માર્ટફોન પર અનેક વીડિયો ડાઉનલોડ કરીને હત્યા અને પછી પુરાવાનો નાશ કેવી રીતે કરવો તે શીખ્યું હતું.

15 જુલાઈના રોજ તળાવમાંથી શબ પ્રાપ્ત થયું
પોલીસના કહેવા પ્રમાણે 15મી જુલાઈએ પુષ્પાનું શબ તેના ગામના એક તળાવમાંથી મળી આવ્યું હતું. એ પછી પોલીસે આ સંબંધમાં રામાદાસ સાથે પૂછપરછ કરી તો તેને પોલીસને કહ્યું કે તેની પત્નીનું મોત નહાવા દરમિયાન તળાવના પાણીમાં ડૂબી જવાથી થયું હતું. જો કે આ મામલે પોલીસ અધિકારીઓએ તેનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો. તેમાં છાન્નભિન્ન કરતાં તેમાંથી 50 જેટલા મર્ડર વીડિયો મળી આવ્યા હતા. આ વીડિયો રિક્વરી સોફ્ટ વેર થકી ડિલિટ કરી દેવામાં આવ્યા હોવાછતાં રિસ્ટોર કરવામાં આવ્યા હતા. પછી તેને મહત્વના પુરાવા તરીકે લઈને હાલ રામાદાસના હાથમાં હાથકડીઓ પહેરાવી દેવામાં આવી છે.

પોલીસે કરી આકરી પૂછપરછ
રામાદાસના મોબાઈલમાંથી મળી આવેલા આવા હત્યાના વીડિયો પછી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે પછી પોલીસે તેની આગવી રીતે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. રામાદાસે આ મામલે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીને પાડોશી સાથે પ્રેમસંબંધ હોવાના શકનને કારણે તેણે પત્ની પુષ્પાની હત્યા કરી દીધી હતી. પુરાવા ન મળે તે માટે કઈ રીતે હત્યા કરવી તે શિખવા તેણે કેવી રીતે કરવી તે વિશેના 50થી વધું વીડિયો જોયા હતા.

પોલીસની તપાસમાં રામાદાસે વધુંમાં કહ્યું હતું કે તેણે પત્નીના મોઢાંમાં માટી ભરી દીધી હતી. તે પછી શબ મળી આવતા તેણે દુર્ઘટનાવશ મોત થયાની થિયરી ઉપજાવી કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન