પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવાની હોય શંકા તો આ ટોટકા કરી દૂર કરો સમસ્યા - Sandesh
NIFTY 10,331.60 +6.45  |  SENSEX 33,626.97 +30.17  |  USD 64.9650 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવાની હોય શંકા તો આ ટોટકા કરી દૂર કરો સમસ્યા

પતિના પરસ્ત્રી સાથે સંબંધ હોવાની હોય શંકા તો આ ટોટકા કરી દૂર કરો સમસ્યા

 | 11:44 am IST

પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર આધારિત હોય છે. આ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ જેટલો મજબૂત હોય છે તેટલું સુખમય જીવન પતિ-પત્ની જીવે છે. પરંતુ જ્યારે ગ્રહદશા કે સંજોગોના કારણે આ સંબંધમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે પરિવાર માળા તુટતાં વાર નથી લાગતી. દંપતિના સુખમય જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ ન થાય તે માટે આ શાસ્ત્રીય ઉપાય સપ્તાહમાં એકવાર અચૂક કરવો જોઈએ.

આ ઉપાય રવિવારે રાત્રે કરવો, રાત્રે સૂતાં પહેલાં પતિના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું. બીજા દિવસે સવારે એટલે કે સોમવારે સૂર્યોદય પહેલાં જાગી, સ્નાનાદિ કર્મ કરી અને દેવી પાર્વતીની પૂજા કરી ઓશિકા નીચે રાખેલા સિંદૂરને સેંથામાં પૂરવું. જો પૂજા કરવી શક્ય ન હોય તો માતા પાર્વતીનું સ્મરણ કરીને આ કામ કરવું.

જો પતિના અન્ય કોઈ સાથે સંબંધ હોવાની શંકા થતી હોય તો તે સ્ત્રીના નામમાં જેટલા અક્ષર હોય તેટલા મખાના લેવા. આ મખાના પર તે સ્ત્રીનું નામ લખી અને તેને લોઢાના વાસણમાં રાખી બાળી નાખવા. મખાનાની રાખને એવી રીતે જમીન પર રાખવી કે પતિનો પગ તેના પર એકવાર તો પડે જ. અન્ય સ્ત્રી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જશે.

જો સ્ત્રી મિત્રોના કારણે પતિ પત્નીનું અપમાન કરવા લાગે તો કોઈપણ ગુરુવારે આ ઉપાય કરવો. ગુરુવારે 300 ગ્રામ ચણાના લોટના લાડૂ, બે પેંડા, 3 કેળા અને પલાળેલી ચણાની દાળના ત્રણ દાણા લઈ વાછરડું હોય તેવી ગાયને ખવડાવી દેવા.