naroda area family 3 members susaid black magice in ahmedabad
  • Home
  • Ahmedabad
  • સામૂહિક આપઘાત પાછળ કાળો જાદુ જવાબદાર? બુરાડી કાંડ જેવી ઘટના

સામૂહિક આપઘાત પાછળ કાળો જાદુ જવાબદાર? બુરાડી કાંડ જેવી ઘટના

 | 3:55 pm IST

અમદાવાદના નરોડામાં હરિદર્શન ચોકડી પાસે એક ગોઝારી ઘટના બની છે.એક જ પરિવારના ત્રણ લોકોનો આપઘાત કર્યો છે. અવની ફ્લેટમાં પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો. નરોડામાં દિલ્હી બુરાડી કાંડ જેવો જ કિસ્સો હોવાની આશંકા સેવાઇ રહી છે. પરિવારના મોભી કાળા જાદુમાં સપડાયા હતા. કાળાજાદુના કારણે કુણાલ દારૂના રવાડે ચઢ્યો હતો.

માતા કાળાજાદુને માનતી ન હોવાથી ઝઘડો થતો હતો. વેપારીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. પારિવારિક ઝઘડાને લઈને અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે. માતા સાથેના ઝઘડાને લઈને પત્ની અને પુત્રીની હત્યા કરી હતી. તેમજ હત્યા કર્યા બાદ વેપારીએ આપઘાત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે દારૂ પીવાની લતના કારણે લોકો વેપારીને દારૂડિયો કહેતા હતા. કહેવાય છે કે દારૂડિયો કેહવાના કારણે ખોટું લાગતા અપઘાત કર્યો છે. મૃતકના નામ કુણાલ, કવિતા અને શ્રીની ત્રિવેદી છે. મૃતક વેપારી કોસ્મેટિકના ધંધા સાથે સંકળાયેલ હતો. સૂસાઇડ નોટમાં વેપારી કુણાલ ત્રિવેદીએ કાળીવિદ્યા અને દારૂ પીવાની લતના પગલે આવું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા પછી પતીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસને તેના ઘરમાંથી સૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વેપારી કુણાલ ત્રિવેદીએ કાળીવિદ્યા અને દારૂ પીવાની લતના પગલે આવું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો: બુરાડી કાંડ: એક જ પરિવારના 11 મોત પાછળ 11 પાઈપોનું શું છે રહસ્ય?

પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં મૃતક કુણાલ ત્રિવેદીએ હિન્દી ભાષામાં લખ્યું છે કે “કુણાલ મમ્મી આપ મુઝે કભીભી સમજ નહીં પાયે.

“પુરી દુનિયાને મુજે શરાબી કહા પર મેં નશા કરતા ક્યો થા ? યદી આપ મુજે પહેલે દિન સમજ લિયા હોતા તો આજ મેરી જિન્દગી કુછ ઔર હોતી. મેં જીવનમે કભીભી કીસી ચીજસે ડરા
નહીં હું……”

સૂસાઇડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, “મેંને કઇબાર ઇન કાલી શક્તિઓ કે બારેમે બતાયા થા. પર આપને કભીભી ઉસે માના નહીં ઔર શરાબ ઉસકા કારણ બતાયા. મેને M.P. વાલો કો ધંધેમેં 14,55,000 રૂ. દિયા હૈ. મેં કિસીકા ભી કર્જદાર નહીં હું.