Hyderabad CM order for fast track court for priyanka reddy case
  • Home
  • Featured
  • હૈદરાબાદ રેપ-મર્ડર કેસ: 4 દિવસ બાદ CM કેસીઆરએ મૌન તોડ્યું, આપ્યો આ મોટો આદેશ

હૈદરાબાદ રેપ-મર્ડર કેસ: 4 દિવસ બાદ CM કેસીઆરએ મૌન તોડ્યું, આપ્યો આ મોટો આદેશ

 | 8:45 pm IST

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઘટનાના ચાર દિવસ બાદ અધિકારીઓને સૂચના આપી છે કે હૈદરાબાદની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીની વહેલી તકે પુછપરછ કરવામાં આવે અને દોષીઓને સખત સજા આપવામાં આવે. આ સિવાય રાજ્યના મુખ્યમંત્રીએ આ કેસની જલ્દી કાર્યવાહી થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્ણય પણ કર્યો છે.

મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના મામલે શનિવારે રાજ્ય સરકારે એક્શન લેતા આ મામલામાં બેદરકારી કરવા બદલ એક એસઆઈ સહિત 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાઇબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનારે મીડિયાને આ માહિતી આપી છે. પોલીસ કમિશનરે પરિવારના આક્ષેપો બાદ આ કાર્યવાહી કરી હતી જેમાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓ સમયસર અહેવાલ નોંધાતા નહોતા અને પોલીસ સ્ટેશન સરહદ વિવાદમાં સંડોવાયેલ રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ કમિશ્નરે જણાવ્યું કે,‘ડ્યુટીમાં બેદરકારી દાખવા બદલ સંબંધી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા. તપાસના પરિણામોના આધારે સબ ઇન્સપેક્ટર એમ.રવિ કુમાર, હેડ કોન્સ્ટેબલ પી.વેનુગોપાલ રેડ્ડી અને હેડ કોન્સ્ટેબલ એ.કે. સત્યનારાયણ ગૌરને આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’ આપને જણાવી દઈએ કે તેલંગાણામાં પશુચિકિત્સક સાથે ગેંગરેપ અને તેની નિર્દયતાથી હત્યા કરવાની ભયંકર ઘટનાને અંજામ આપનારા આરોપીઓની ઓળખ ટ્રક ડ્રાઈવર મોહમ્મદ આરિફ, ટ્રક ડ્રાઈવર ચિંતાકુંતા ચેન્નકેશુલુ, ક્લીનર જોલુ શિવા અને જોલુ નવીન તરીકે થઈ છે. પોલીસે આ અંગે વધુ તપાસ અને કાર્યવાહી હાથધરી છે.

આ વીડિયો પણ જુઓ: વિકાસગૃહમાંથી વધુ એક વખત 1 યુવતી ફરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન