NIFTY 10,153.10 +67.70  |  SENSEX 32,423.76 +151.15  |  USD 64.1300 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષપદ માટે અઝહરે ફોર્મ ભર્યું

હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષપદ માટે અઝહરે ફોર્મ ભર્યું

 | 2:42 am IST

હૈદરાબાદ, તા. ૧૦

અરશદ ઐયુબે લોઢા કમિટીની ભલામણો પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનું અધ્યક્ષપદ છોડી દેતાં ભારતના પૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરૂદ્દીને મંગળવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (એચસીએ)ના અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું હતું. અઝહરૂદ્દીને ફોર્મ ભર્યા બાદ કહ્યું કે, હૈદરાબાદ સાથે એ સમસ્યા છે કે, ક્રિકેટ પર ધ્યાન નથી. રણજી ટ્રોફીમાં અમે છેલ્લાથી બીજા સ્થાને રહ્યા હતા. મારી ઇચછા છે કે, હૈદરાબાદ ફરી એક વખત ક્રિકેટમાં આગળ વધે. હું ક્રિકેટ માટે સારું કરવા માગું છું. હું ડિસ્ટ્રિક્ટ લેવલે ક્રિકેટમાં સુધારો કરવા માગુ છું કારણ કે, મહેનત કરનાર ઘણા ખેલાડીઓ ડિસ્ટ્રિક્ટ લેવલથી આવે છે. આપણે ઘણા સારા ખેલાડીઓ તૈયાર કર્યા છે પરંતુ હવે ભારતીય ટીમમાં આપણા ખેલાડીઓ નથી.

સતત ત્રણ વર્લ્ડ કપ (૧૯૯૨, ૧૯૯૬, ૧૯૯૯)માં ભારતની આગેવાની કરનાર અને ભારતના સૌથી લાંબા સમય સુધી કેપ્ટન રહેલા પૈકી એક અઝહરૂદ્દીન પર વર્ષ ૨૦૦૦માં મેચ ફિક્સિંગના આરોપ લાગ્યા હતા જેને કારણે બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.

અઝહરૂદ્દીને ત્યારબાદ લાંબી કાયદાકીય લડાઈ લડી હતી અને વર્ષ ૨૦૧૧માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો પરંતુ બીસીસીઆઈએ ક્યારેય પણ ઔપચારિક રીતે પણ તેની પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો નહોતો. અઝહરૂદ્દીનને ક્યારેય પેન્શન અપાયું નથી જેના પૂર્વ ખેલાડીઓ હકદાર હોય છે.

એચસીએ સચિવ મનોજે કહ્યું કે, અઝહર પાસે નીચલી કોર્ટનો આદેશ હતો જેને કારણે ચૂંટણી લડવાની મંજૂરી આપે છે અને તે તેમના સમર્થકો સાથે ફોર્મ ભરાવી આવ્યા હતા.  અઝહરૂદ્દીને ભારત તરફથી ૯૯ ટેસ્ટ મેચ રમી હતી જેમાં ૨૪ સદીની મદદથી છ હજારથી વધુ રન બનાવ્યા હતા.