hyderabad Doctor Priyanka reddy case video goes to viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘સાંજે 7 વાગ્યા પછી પુરુષોને ઘરમાં રાખો, કોઈનો રેપ નહીં થાય’ આંખ ભીની કરી દે તેવો વીડિયો વાયરલ

‘સાંજે 7 વાગ્યા પછી પુરુષોને ઘરમાં રાખો, કોઈનો રેપ નહીં થાય’ આંખ ભીની કરી દે તેવો વીડિયો વાયરલ

 | 1:18 pm IST

હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગ રેપ કરીને કરવામાં આવેલા હત્યાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી અને લોકો વિરોધ માટે વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સોમવારે પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. વિદ્યાર્થીઓ, વકીલો અને અન્ય લોકોએ રેલીઓ કાઢી હતી અને આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.

આ દરમિયાન એક મહિલાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છ કે જેમાં તે પુરુષોને સાંજે સાત વાગ્યા પછી ઘરોમાં પુરાઈ રહેવાનું કહે છે. વાયરલ વીડિયોમાં મહિલા કહે છે કે, “મહિલાઓ સાંજે 7 વાગ્યા પછી ઘરે કેમ રહે છે, પુરુષો કેમ નથી રહેતા? બધા મર્દોએ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં જ રહેવાનું. કારણ કે તે જ રેપનું કારણ છે. જો આવું થાય તો મહિલાઓ સુરક્ષિત રહેશે.

મહિલા આગળ વાત કરે છે કે, પોલીસ કર્મચારી કે મારો ભાઈ કે પછી અન્ય કોઈ શખ્સ મારું રક્ષણ ન કરે. કારણ કે સમસ્યાનું કારણ આપ છો. તમે સાંજે 7 વાગ્યા પછી ઘરે જ રહો.” ટ્વિટર પર આ વીડિયો 1 ડિસેમ્બરે નતાશા નામના યુઝરે શેર કર્યો છે. લાખો લોકો આ વીડિયોને વખાણી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન