Hyderabad Man Stabbed To Death In London
  • Home
  • NRI
  • હૈદરાબાદના યુવાનની લંડનમાં નિર્મમ હત્યા, 25 દિવસ પહેલાં જ આવી હતી ગર્ભવતી પત્ની

હૈદરાબાદના યુવાનની લંડનમાં નિર્મમ હત્યા, 25 દિવસ પહેલાં જ આવી હતી ગર્ભવતી પત્ની

 | 6:02 pm IST

લંડનમાં હૈદરાબાદના 24 વર્ષીય ભારતીય યુવાનની ચપ્પા વડે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે લંડનના એક મોલ બહાર યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. મૃતકનું નામ મોહમ્મદ નઝીમુદ્દીન છે અને તે હૈદરાબાદના ઓલ્ડ સિટી વિસ્તારમાં રહેતો હતો. બર્કશાયરના ટેસ્કો સુપરમાર્કેટના પાર્કિંગમાં સિક્યોરિટી ગાર્ડને મોહમ્મદની લાશ મળી હતી. તે આ જ સુપરમાર્કેટમાં કામ કરતો હતો.

નદીમના પારિવારિક દોસ્તે કહ્યું કે, જ્યારે મોડી રાત સુધી નદીમ ઘરે ન આવ્યો ત્યારે, તેની પત્ની અને માતા, કે જે લંડનમાં રહે છે, તેમણે સુપરમાર્કેટના મેનેજમેન્ટને ફોન કર્યો હતો. સુપરમાર્કેટના કર્મચારીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે મળીને મોલની તપાસ કરી. ત્યારે તેની લાશ માર્કેટના પાર્કિંગમાંથી મળી આવી હતી. શુક્રવારે લાશનું પોસ્ટમાર્ટમ કરવામાં આવશે. લંડન પોલીસે આ મામલે એક પાકિસ્તાની નાગરિક પર શંકા છે, જે સુપરમાર્કેટમાં જ કામ કરે છે.

નદીમે હૈદરાબાદની એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું, અને બાદમાં તે 2012માં લંડન આવ્યો હતો. જ્યાં સુપરમાર્કેટમાં તેને નોકરી મળી હતી. જે બાદ તેના માતા-પિતા પણ લંડન આવ્યા હતા. તેની પત્ની અફશા કે જે એક ડોક્ટર છે, તે પણ 25 દિવસ પહેલાં જ લંડન આવી હતી. તે ગર્ભવતી છે અને ભારત પરત ફરી શકતી નથી. કેમ કે, નિયમ અનુસાર તેને પરત ફરવાની અનુમતિ નથી. પતિનું મોત થતાં જ અફશા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલ તેનું મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે.

નદીમને લંડનમાં જ દફન કરવામાં આવશે. આ માટે તેના સંબંધીઓ લંડન જવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને તેલંગાણાના ગૃહ મંત્રીને પત્ર લખી મદદ માગી છે. નદીમને બ્રિટનમાં ગ્રીન કાર્ડ મળી ગયું હતું અને થોડાં જ મહિનાઓમાં તેને બ્રિટિશ નાગરિકતા પણ મળવાની હતી. જેની તમામ પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન