દિલ્હીની મજબૂત બેટિંગ અને બોલિંગ સામે હૈદરાબાદની આકરી કસોટી થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • IPL 2021
  • દિલ્હીની મજબૂત બેટિંગ અને બોલિંગ સામે હૈદરાબાદની આકરી કસોટી થશે

દિલ્હીની મજબૂત બેટિંગ અને બોલિંગ સામે હૈદરાબાદની આકરી કસોટી થશે

 | 12:52 am IST
  • Share

સ્ટાર ખેલાડી શ્રૈયસ ઐયરના પુનરાગમનથી મજબૂત બનેલી દિલ્હી કેપિટલ્સની ટીમ અહીં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીએલ ટી૨૦ લીગના બીજા તબક્કામાં મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો લક્ષ્યાંક પોતાના અભિયાનને નવેસરથી શરૃ કરવાની સાથે પોતાનું જૂનું ફોર્મ આગળ વધારવાનું રાખશે. દિલ્હીની ટીમ અત્યારે આઠ મેચમાં ૧૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે અને તે હૈદરાબાદને હરાવીને પ્રથમ સ્થાને ફરીથી પહોંચી શકે છે. બીજી તરફ હૈદરાબાદની ટીમ પાસે સાત મેચમાં માત્ર બે પોઇન્ટ છે અને તેના માટે બાકીની તમામ મેચો કરો યા મરો સમાન બની છે.   રિષભ પંતના નેતૃત્વમાં દિલ્હીની ટીમે પ્રથમ તબક્કાનો અંત વિજય સાથે કર્યો હતો અને આ ટીમ હવે યુએઇ ખાતેના તબક્કામાં વિજય સાથે પોતાનું અભિયાન શરૃ કરવા માગશે. દિલ્હી પાસે સારા આક્રમક બેટ્સમેનો છે જેઓ કોઈ પણ બોલિંગ આક્રમણના છોતરાં કાઢી શકે છે. હૈદરાબાદના બોલર્સ સામે દિલ્હીના બેટ્સમેનોને અંકુશમાં રાખવા મુશ્કેલ બની શકે છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (૩૮૦ રન) તેને ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન નહીં આપનાર પસંદગીકારોને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. તે પૃથ્વી શો સાથે ઇનિંગનો પ્રારંભ કરશે. ઐયરના કારણે દિલ્હીની મધ્યમ હરોળની બેટિંગ વધારે મજબૂત થઈ છે જેમાં રિષભ પંત, ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ તથા માર્કસ સ્ટોનિસ તથા વિન્ડીઝનો શિમરોન હેતમાયરનો પણ સમાવેશ થાય છે.

પેસ બોલર અવેશ ખાન (૧૪ વિકેટ) તથા કાગિસો રબાડાના કારણે દિલ્હીનો પેસ એટેક મજબૂત જણાય છે. સાઉથ આફ્રિકન બોલર રબાડા પાવર પ્લે અને ડેથ ઓવર્સમાં ચુસ્ત સ્પેલ નાખી રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી પાસે આર. અશ્વિન, અમિત મિશ્રા, અક્ષર પટેલ, લલિત યાદવ તથા પ્રવીણ દૂબે જેવા સ્પિનર્સ છે.

વિજય હૈદરાબાદનો આત્મવિશ્વાસ વધારશે

હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે અને વિજય મેળવે તો તેનો આત્મવિશ્વાસ વધી શકે છે. આ ટીમને જોની બેરિસ્ટોની ખોટ પડશે અને ડેવિડ વોર્નર ઉપર વધારાની જવાબદારી લદાશે. કેન વિલિયમ્સન, મનીષ પાંડે, કેદાર જાધવે પણ ઉપયોગી રન બનાવવા પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો