Video: ઓવૈસીની પાર્ટીની મહિલા નેતાએ નાગિન ડાન્સ કરતાં પુરુષોએ રૂપિયાથી ઉતારી નજર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ઓવૈસીની પાર્ટીની મહિલા નેતાએ નાગિન ડાન્સ કરતાં પુરુષોએ રૂપિયાથી ઉતારી નજર

Video: ઓવૈસીની પાર્ટીની મહિલા નેતાએ નાગિન ડાન્સ કરતાં પુરુષોએ રૂપિયાથી ઉતારી નજર

 | 10:57 am IST

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના એક મહિલા કોર્પોરેટર એ નવા વર્ષના જશ્ન દરમ્યાન નાગિન ડાન્સ કર્યો હતો તેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કુરનુલ જિલ્લાના સ્થાનિક યુનાની મેડિકલ કોલેજમાં નવા વર્ષના જશ્ન સાથે જોડાયેલ એક કાર્યક્રમમાં કોર્પોરેટર ડૉ.સમીના બેગમને અતિથિ તરીકે બોલાવામાં આવ્યા હતા. સમીના આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લાના કમીરગુડા ડિવિઝનમાંથી કોર્પોરેટર છે. સમીનાના નાગિન ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીની અંદર અને બહાર તેનો વિરોધ થઇ રહ્યો છે. હાલ સમીના બેગમની તરફથી વીડિયોને લઇ કોઇ નિવેદન આવ્યું નથી.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ડૉ.સમીના મંચ પર ઉભા છે અને જેવું નાગિનનું મ્યુઝિક શરૂ થાય છે કે તેઓ નાચવાનું શરૂ કરી દે છે. તેમની સાથે બીજા પુરુષો પણ ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. એક શખ્સ તો ખિસ્સામાંથી પૈસા કાઢી ડૉ.સમીનાની નજર પણ ઉતારે છે. આ વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ સમુદાયમાં નારાજગીનો માહોલ છે.

આપને જણાવી દઇએ કે હૈદ્રાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી AIMIM પાર્ટીના પ્રમુખ છે. તેઓ મોટાભાગે મુસ્લિમ સમુદાયની પૈરવી કરતાં રાજકીય હરીફોને કડક શબ્દોમાં જવાબ આપતા જોવા મળે છે.