Video : હૈદરાબાદના સાત વર્ષના બાળકે આફ્રિકાનું સૌથી ઉંચુ શિખર સર કરી, તિરંગો લહેરાવ્યો - Sandesh
NIFTY 10,614.35 +29.65  |  SENSEX 34,616.64 +165.87  |  USD 66.3750 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : હૈદરાબાદના સાત વર્ષના બાળકે આફ્રિકાનું સૌથી ઉંચુ શિખર સર કરી, તિરંગો લહેરાવ્યો

Video : હૈદરાબાદના સાત વર્ષના બાળકે આફ્રિકાનું સૌથી ઉંચુ શિખર સર કરી, તિરંગો લહેરાવ્યો

 | 4:14 pm IST

હૈદરાબાદના સાત વર્ષના એક બાળકે આફ્રિકાના સૌથી ઉંચા શિખર સર કર્યો હતો. જેમના પગેલ હૈદરાબાદના સમન્યુની સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો. સમન્યુ પોથુ રાજે 7 વર્ષની ઉંમરમાં જ મોટી સિદ્વિ પ્રાપ્ત કરી છે. સમન્યુએ આફ્રિકાનું સૌથી ઉંચું શિખર માઉન્ટ કિલિમાંજારો પર તિરંગો લહેરાવીને લોકોને ચોકાવી દીધા હતાં. ત્યારે આટલી નાની ઉંમરમાં આ સિદ્વિ મેળવવી કોઇ ચમત્કારથી પણ ઓછી ના કહેવાય. ગત 29 માર્ચે 5,895 મીટર ઉંચા માઉન્ટ કિલિમાંજારોનું ચઢાણ શરૂ કરનાર પાંચ દિવસ બાદ એટલે કે બીજી એપ્રિલે પર્વતની ચોટી પર પહોચ્યો હતો અને તિરંગો લહેરાવ્યો હતો.

પર્વતા રોહણ દરમિયાન સમન્યુની સાથે તેના કોચ અન્ય એક પર્વતા રોહણ તેમજ તાનઝાન્યાના એક સ્થાનિક તબીબ પણ તેની સાથે હતાં. સમન્યુની સાથે તેની માતા તાનઝાન્યા ગયાં હતાં. ત્યારે સમન્યુનું કહેવું છે કે જ્યારે હું ચઢાણ કહી રહ્યો હતો તે દરમિયાન વરસાદ પડી રહ્યો હતો અને રસ્તો પથ્થરોથી સમાયેલો હતો. જેથી મને ડર હતો કે હું અધ વચ્ચે ના રહી જાઉ. જો કે તેમને પગમાં દર્દ હોવા છતાં હિમ્મત ન હાર્યો અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.