Hydrabad case police do encounter of accused on same place
  • Home
  • Featured
  • હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, ફરાર થવા કર્યો હતો પ્રયત્ન

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, ફરાર થવા કર્યો હતો પ્રયત્ન

 | 7:53 am IST

હૈદરાબાદ ગેંગરેપ મામલે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે-44 નજીક ગુરુવારે મોડે રાત્રે થયું. પોલીસ, આ આરોપીને NH-44 પર ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે 27-28 નવેમ્બરના મોડી રાત્રે આ ચારેય આરોપીઓએ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી હતી અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલે દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પરંતુ હવે આ આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

પોલીસ કસ્ટડીમાં હતા આરોપી:

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડરની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. દેશભરમાં આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આરોપીઓને જલ્દી કડક સજા કરવાની માગ કરવામાં આવી રહી હતી. આ કારણે હૈદરાબાદ પોલીસે આરોપીઓની ત્વરિત ધોરણે શોધ શરૂ કરી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યાર બાદ હૈદરાબાદ પોલીસે કસ્ટડીની માંગ કરી હતી, આરોપીઓને 7 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને સીન રિક્રિએટ કરવા લઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપી માર્યા ગયા હતા.

મહિલા ડોક્ટર સાથે નરાધમોએ પાર કરી હતી હેવાનિયત:

આપને જણાવી દઈએ કે 27-28 નવેમ્બરના મોડી રાત્રે એક મહિલા ડોક્ટરની સ્કૂટી પંચર થઈ હતી. જ્યારે તેઓ સ્કૂટી પાર્ક કરી રહી હતી. ત્યારે જ ચારે નરાધમોએ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી ગળું દબાવીને ડોક્ટરની હત્યા કરી હતી. ત્યાર બાદ રેપ પીડિતાના મૃતદેહને સળગાવ્યો હતો. હૈદરાબાદની આ રેપ અને મર્ડરની ઘટનાએ જ્યાં એક તરફ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો ત્યાં જ બીજી તરફ સંસદમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળ્યો હતો.



પીડિતાના પિતાએ કરી હતી જલ્દી સજા કરવાની માંગ:

મહિલા ડોક્ટરના પિતાએ કહ્યું હતું કે આરોપીઓને જેટલી જલ્દી બને એટલી જલ્દી કડક સજા કરવામાં આવે. કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ તેમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. તેમને નિર્ભયા કેસના ગુનેગારોને હજી ફાંસી નથી મળી હોવાનું જણાવી ગુનેગારોને વહેલી તકે સજા આપવામાં આવે એવી માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન