હાઇડ્રોલિક લોક શું કામ?   - Sandesh

હાઇડ્રોલિક લોક શું કામ?  

 | 12:13 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

આપણે ઘરની સજાવટ કરાવડાવીએ ત્યારે તે સુંદર દેખાય તેની સાથેસાથે ઘરની શોભા વધે તે બાબતનું તો ધ્યાન રાખીએ જ છીએ સાથે એ સજાવટનો ઉપયોગ આપણે સારી પણ સરળ રીતે કરી શકીએ તેવું પણ ઇચ્છતા હોઇએ છીએ. જેમ કે, હવેના સમયે તમે જો કોઇ ફ્લેટ ખરીદો અથવા તો કોઇ સોસાયટીમાં ઘર ખરીદો ત્યારે હવે નવા બનેલા ઘરમાં માળિયાં ભાગ્યે જ જોવા મળે છે. એમ કહો કે હોતાં જ નથી. એવે સમયે માળિંયાં આપણે ર્ફિનચર કરાવીએ ત્યારે જ કરાવવાં પડે છે. વળી ફ્લેટ હોય એટલે નાની જગ્યામાં વધારે ઘરવખરી સમાવવાની ઝંઝટ હોય. ત્યારે આપણે સેપરેટ સ્પેસ એવી જ રીતે બનાવડાવવી પડે કે તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય. આ માટે જ માળિયાંની સાથેસાથે આપણે બેડ પણ સ્ટોરેજ સ્પેસવાળા બોક્સ બેડ બનાવડાવીએ છીએ, જેથી કરીને તેમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થઇ શકે. જેમજેમ સમય બદલાય તેમતેમ નવીનવી વસ્તુઓ આપણાં વપરાશ માટે આવતી રહેતી હોય છે. આ નવી વસ્તુ કામને સરળ પણ બનાવી દે છે. જેમ કે હાઇડ્રોલિક લોકની જ વાત કરીએ. પહેલાંના સમયમાં એવું રહેતું કે ભારેખમ ગાદલાંવાળા બેડને ખોલવો હોય તો બે વ્યક્તિને બોલાવવી પડે. પણ હવે તો હાઇડ્રોલિક લોક એટલું સરળ આવી ગયું છે કે તે એક જ વ્યક્તિથી સરળતાથી ખૂલી જાય અને સરળ રીતે બંધ પણ થઇ જાય છે. માટે આવા હાઇડ્રોલિક લોક બેડના બોક્સમાં અને માળિયામાં લગાવી દેવા. આ લગાવવાથી માળિયાંનાં બારણાં પણ ખૂબ જ સરળતાથી ખૂલી જશે.  ઘણીવાર એવું બનતું હોય છે કે માળિયામાં ચુંબક કે બીજું કોઇ લોક લગાવીએ તો તે સરળતાથી ખુલતાં નથી, અને ખુલે તો બંધ થાય ત્યારે અવાજ સાથે બંધ થાય છે, આવું ન થાય તે માટે હાઇડ્રોલિક લોક બેસ્ટ ઓપ્શન છે. હાઇડ્રોલિક લોક નખાવ્યા પછી તમે સરળતાથી તમારા માળિયાના તેમ જ બોક્સ બેડને ખોલી અને બંધ કરી સકશો.

હાઇડ્રોલિક લોકની બીજી ખાસીયત એ છે કે તેને બંધ કરવા માટે બળ કરવાની જરૂર નથી પડતી. અને તેને સ્ત્રીઓ પણ આસાનીથી ખોલ બંધ કરી શકે છે. તો તમે પણ તમારા ઘરમાં આ પ્રકારના લોક મુકાવીને કામ સરળ બનાવી શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન