આ છે હાઇપો થાઇરોડીઝમના લક્ષણો, જાણો અને ચેક અપ કરાવો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Health & Fitness
 • આ છે હાઇપો થાઇરોડીઝમના લક્ષણો, જાણો અને ચેક અપ કરાવો તમે પણ

આ છે હાઇપો થાઇરોડીઝમના લક્ષણો, જાણો અને ચેક અપ કરાવો તમે પણ

 | 3:44 pm IST
 • Share

થાઇરોઇડ ગ્રંથિમાંથી ટી-3 અને ટી-4 હોર્મોનનું પ્રમાણ ઓછું (હાઇપો) નીકળે ત્યારે શરીરની બધી ક્રિયાઓ ધીમી પડી જાય. દુનિયામાં 5 લાખ વ્યક્તિઓને આ તકલીફ હોય છે જેમાંના મોટા ભાગના લોકોને આની ખબર હોતી નથી. આ તકલીફ સ્ત્રીઓમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દર 4000 નવા જન્મેલા બાળકોમાંથી 1 બાળકને આ તકલીફ હોય છે. જો આ બાળકની સારવાર તાત્કાલીક કરવામાં ના આવે તો તેનો વિકાસ થતો નથી અને મંદબુદ્ધિ થઈ જાય છે. આવું ના થાય તે માટે અગમચેતી તરીકે દરેક નવા જન્મેલા બાળકના ટી-3 અને ટી-4 હોર્મોનની તપાસ કરાવી લેવી જરૂરી છે. તો જાણી લો તમે પણ હાઇપો થાઇરોડીઝમના લક્ષણો…

હાઇપો થાઇરોડીઝમના લક્ષણો

 • શરીરની બધી ક્રિયા જેમ કે, ચાલવાની, ઉભા થવાની, વાતો કરવાની ધીમી પડી જાય.
 • યાદશક્તિ ઓછી થઈ જાય
 • એકાગ્રતા ઓછી થાય.
 • વારેવારે નસ ચઢી જવી, એટલે કે સ્નાયુ ખેંચાઈ જાય
 • ભૂખ ઓછી લાગે પણ વજન વધી જાય
 • અવાજ ભારે થઈ જાય
 • વાળ પાતળા થઈ જાય
 • ચામડી સુકાઈ જાય અને ખરબચડી થાય
 • ખૂબ ડિપ્રેશન આવે
 • માસિક ધર્મનું પ્રમાણ વધારે આવે
 • સ્તનમાંથી દૂધ જેવો પદાર્થ નીકળે
 • નપુંસકતા આવે
 • કોલેસ્ટ્રોલ વધી જાય.
 • દર્દી જલદી થાકી જાય.
 • વારેવારે સૂઈ જાય અથવા સૂવાનું પસંદ કરે.
 • ખૂબ ઠંડી લાગે.
 • રાત્રે પૂરી ઊંઘ લીધી હોય તો પણ દિવસે ઉંઘમાં જ આવે.
 • હૃદયના ધબકારા ધીમા પડી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન