hyundai santro unveiled bookings open from october 10
  • Home
  • Technology
  • Hyundaiની નવી Santro આવી ગઇ, જાણો શું છે તેમાં વિશેષતા

Hyundaiની નવી Santro આવી ગઇ, જાણો શું છે તેમાં વિશેષતા

 | 2:54 pm IST

Hyundaiએ પોતાની લેટેસ્ટ ફેમિલી કાર નવી Santro જાહેર કરી છે. નવી સેંટ્રોમાં 1.1 લિટરનું પેટ્રોલ એન્જીન લાગ્યું છે, જે 69 psના પાવર સાથે 10.1 નો ટોર્ક આપે છે. 2018 હ્યુન્ડાઇ સેન્ટ્રોને 23 ઑક્ટોબરના રોજ લોંચ કરવામાં આવશે, તે પછી તેની કિંમતનો ખુલાસો થશે. તેમ છતાં, નવી હ્યુન્ડાઇ સેંટ્રોની ઓનલાઇન બુકિંગ 10 ઑક્ટોબરથી શરૂ થશે. આ નવી કારની પ્રારંભિક કિંમત 4 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે.

નવી Hyundai Santroની વિશેષતા એ છે કે આ વખતે ઓટોમેટિકનો પણ ઓપ્શન મળશે. કંપનીએ તેના માટે ખાસ કરીને એએમટી સિસ્ટમ વિકસિત કરી છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે સીએનજી પણ ઓપ્શન આપવામાં આવ્યું છે.

શું નવું અને વિશિષ્ટ છે
– નવી Hyundai Santroમાં નામ સિવાય બીજું કંઇપણ જૂનુ નથી. આ સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનેલી છે.

– આ નવી કારની લંબાઇ, પહોળાઈ પહેલાથી વધુ છે, પરંતુ ઊંચાઈમાં થોડો ઘટાડો થયો છે.

– 17.64 સે.મી.ની ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટેમેન્ટ ટોપ વેરિયન્ટ્સમાં આપવામાં આવેલ છે, જેમાં એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો અને મિરર લિંક જેવા ફિચર્સ મળશે.

– પાછલી બેઠકો પર બેઠેલા લોકોની સુવિધા માટે રીઅર એસી વેન્ટ પણ આપવામાં આવે છે.

– મજબૂતી માટે તેમાં 63% હાઇ સ્ટ્રેંથ સ્ટીલનો ઉપયોગ થાયો છે.

– નવી Hyundai Santro કારને ગ્રાન્ડ i10 અને ઇયૉનની વચ્ચેના સેગમેન્ટમાં ઉતારવામાં આવી છે.

– એબીએસ અને ડ્રાઇવર એર બૅગ બધા વેરિયન્ટ્સમાં આપવામાં આવેલ છે.

– ટોપ મોડેલમાં ડ્રાઇવર સાથે પેસેન્જર એર બેગ પણ આપવામાં આવેલ છે.