i am a big fan of prakash jha anupriya goenka Photos viral
  • Home
  • Featured
  • આશ્રમ સીરિઝની ડોક્ટરના હોટ PHOTOS વાયરલ, સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો!

આશ્રમ સીરિઝની ડોક્ટરના હોટ PHOTOS વાયરલ, સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો!

 | 10:43 pm IST

અભિનેત્રી અનુપ્રિયા ગોયનકા કહે છે કે તેને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા સાથે કામ કરવાની તક મળીને ઘણું શીખવા મળ્યું. અનુપ્રિયાને તાજેતરમાં પ્રકાશ ઝા સાથે વેબ સીરિઝ ‘આશ્રમ’ માં કામ કરવા માટે તક મળી હતી, જે ભક્તિના બહાને ભ્રષ્ટાચાર અને ગુના પર આધારિત છે. અનુપ્રિયા કહે છે, ‘આશ્રમ’માં કામ કરવાની સૌથી સારી બાબત એ છે કે મને પ્રકાશ ઝા સાથે કામ કરવાનું મળ્યું. મેં હંમેશાં તેની ફિલ્મોની પ્રશંસા કરી છે અને તેના કામની હું ખૂબ જ ચાહક રહી છું. તેની કહાની કહેવાની રીત જુદી છે.

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે-તે સમાજને સંબંધિત વિષયોની પસંદગી કરે છે અને કોઈ પણ જાતનો પક્ષ લીધા વિના મનોરંજક રીતે રજૂ કરે છે.” તેણે ‘આશ્રમ’માં પણ એવું જ કર્યું છે. આ તેમની પાસેથી કામ શીખવાની જ નહીં, પણ તેમને જાણવાની પણ એક તક રહી છે. એમ કહેવું ખોટું નહીં પડે કે તેની સફળતાનો ઘણો શ્રેય તેની દ્રષ્ટિને જાય છે. આ સીરિઝમાં અનુપ્રિયા ફોરેન્સિક નિષ્ણાત ડો.નતાશાની ભૂમિકા નિભાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન