I am afraid this RSS ideology of Hindu Supremacy : Imran Khan
  • Home
  • Featured
  • કાશ્મીર પર કોઇનો સાથ ના મળતા એકલા પડેલા ઇમરાન ખાને કાઢી ભડાસ, હવે પાકિસ્તાનનો નવો પેંતરો

કાશ્મીર પર કોઇનો સાથ ના મળતા એકલા પડેલા ઇમરાન ખાને કાઢી ભડાસ, હવે પાકિસ્તાનનો નવો પેંતરો

 | 3:26 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા પર રઘવાયું થયેલ પાકિસ્તાન સતત દુનિયાભરનું ધ્યાન કાશ્મીર મુદ્દાની તરફ આકર્ષિક કરવાની કોશિષ કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને હવે ટ્વીટ કરીને દુનિયાભરના દેશોમાંથી કાશ્મીરના મુદ્દા પર દખલ કરવાની અપીલ કરી છે. રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશોમાંથી પણ કોઇ ભાવ ન મળતા બરાબરના ગિન્નાયેલા ઇમરાને હવે આરએસએસ પર ભડાસ કાઢી છે. તેમણે ટ્વીટ કરી કે આરએસએસની નાજી વિચારસરણીના પ્રભાવમાં આવીને કાશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતિ છે.

ઇમરાનની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતાં ભાજપના નેતા રામ માધવે કહ્યું કે આના પરથી ખબર પડે છે કે દુનિયાભરમાં આતંક ફેલાવનાર પાકિસ્તાન કેટલું ગિન્નાયેલું છે. દુનિયાને પાકિસ્તાન પોષિત આતંકવાદથી પડકાર છે, ભારતથી કોઇ ખતરો નથી. તેમણે કહ્યું કે અમે જિન્નાના બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલ્લાના ત્રણ રાષ્ટ્રના સિદ્ધાંતને ખત્મ કર્યા છે. તેમણે ઇમરાન પર પ્રશ્નો કરતાં કહ્યું કે શું તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક અતિવાદને ખત્મ કરશે.

એટલું જ નહીં ગિન્નાયેલા ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરની ડેમોગ્રાફીને ચેન્જ કરવા માટે જાતીય સંહાર કરાઇ રહ્યો છે. તેમણે દુનિયાભરના દેશોમાંથી પોતાના પ્રોપેગેન્ડા ફેલાવતા દખલની અપીલ કરી છે. ઇમરાને કહ્યું કે શું વૈશ્વિક સમુદાય ભારતને લઇ ચુપ રહેશે, જેમકે હિટલરના નરસંહારને લઇ મૌન હતા.

ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવા માટે આરએસએસને જવાબદાર ગણાવતા કહ્યું કે આરએસએસની વિચારધારા હિન્દુ શ્રેષ્ઠતાની છે. ઇમરાને કહ્યું કે શું નાજી આર્યન શ્રેષ્ઠતાની જેમ જ જમ્મુ-કાશ્મીરમાં પણ આ ચાલુ રહેશે. આ સિવાય ભારતના મુસ્લિમોની સાથે પણ આ થવાનું છે અને તેમનું આગળનુ નિશાન પાકિસ્તાન હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે આરએસએસ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે કામ કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ – સાબરકાંઠાના તલોદની મેશ્વો નદી બે કાંઠે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન