હું શક્તિ સ્વરૂપા છું, હું આજની નારી છું... - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • હું શક્તિ સ્વરૂપા છું, હું આજની નારી છું…

હું શક્તિ સ્વરૂપા છું, હું આજની નારી છું…

 | 1:24 am IST

હા, હું આજની નારી છું,

પ્રેમથી જુઓ તો મમતાની ઝાંખી છું…

શ્રધ્ધાથી જુઓ તો વિશ્વાસનો અંશ છું…

સહભાગીરૂપે જુઓ તો સફળતા છુ…

પણ ક્રોધથી જુઓ તો હું જ શક્તિ સ્વરૂપા છું,

હું આજની નારી છું…

જે સ્ત્રી ઘરને તારી શકે છે તે સ્ત્રી જરૂર પડે દુષ્મનને ડુબાડી પણ શકે છે. જે સ્ત્રી જન્મનું કારણ છે તે જ સ્ત્રી વિનાશનું સંહારણ પણ છે. જરૂર પડે દયાની ર્મૂિત બનનારી સ્ત્રીમાં એટલી હિમ્મત તો હોવી જ જોઈએ કે વખત આવે પોતાની અંદરની શક્તિનો સાચો ઉપયોગ કરીને સ્વરક્ષણ કરી શકે.

આજની નારીને લડાઈ સમાજ  સામે કે દુષણો સામે જ નથી લડવાની. આજની નારીની પહેલી લડાઈ પોતાની અંદર રહેલા ડર સાથે જ લડવાની છે. જો તે પોતાના ડર પર કાબૂ કરી શકે તો વિશ્વની કોઈ પણ તાકાત તેને હરાવવા સક્ષમ નથી. આજે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર મહિલા દિવસને ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક નારીને એક જ સંદેશ કે બહારની લડાઈ તો બહુ આસાન છે, જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા પોતાની અંદર રહેલા ડર પર વિજય પ્રાપ્ત કરો પછી દુનિયા તમારા કદમોમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન