I am ready to bat wherever the team management wants said Rohit Sharma
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AUS: રોહિત શર્માએ કહ્યું- ટીમ મેનેજમેન્ટ જ્યાં ઈચ્છે તે ક્રમ પર બેટિંગ કરવા તૈયાર છું

IND vs AUS: રોહિત શર્માએ કહ્યું- ટીમ મેનેજમેન્ટ જ્યાં ઈચ્છે તે ક્રમ પર બેટિંગ કરવા તૈયાર છું

 | 3:35 pm IST

રોહિત શર્મા (Rohit Sharma)એ ટેસ્ટ ઓપનર તરીકેની તેની ભૂમિકાનો આનંદ માણ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ (Ind vs Aus)માં તે ટીમ મેનેજમેન્ટની માંગણીઓ અનુસાર બેટિંગ ક્રમમાં તેની જગ્યા બદલવા માટે તૈયાર છે. રોહિત શર્મા કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) શરૂઆતની ટેસ્ટ બાદ ભારત પાછા ફર્યા બાદ ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા સાથે મોટી ભૂમિકા ભજવશે તેવી સંભાવના છે.

રોહિતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું તમને તે જ વાત કરીશ, જે મેં બધાને કહી છે. ટીમ જ્યાં ઇચ્છે છે ત્યાં હું બેટિંગ કરવા માટે તૈયાર છું. પરંતુ મને ખબર નથી કે તે ઓપનર તરીકેની મારી ભૂમિકામાં ફેરફાર કરશે કે નહીં. રોહિતનું માનવું છે કે બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં ‘સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ’ની તાલીમ લીધા પછી તે ઓસ્ટ્રેલિયા પહોંચશે, ત્યાં સુધીમાં ટીમ મેનેજમેન્ટે તેની ભૂમિકા નક્કી કરી લીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) દરમિયાન તેને હેમસ્ટરિંગની સામાન્ય ઇજા થઈ હતી.

રોહિતે કહ્યું, મને વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ટીમ મેનેજમેન્ટે વિરાટના ગયા પછી વિકલ્પોની ઓળખ કરી લીધી હશે અને ઇનિંગની શરૂઆત કરનાર ખેલાડીઓ કોણ હશે. તેણે કહ્યું, એકવાર હું ત્યાં પહોંચી જાઉં, ત્યારે મને સ્પષ્ટ થઈ જશે કે શું થશે. તે જે સ્થાન પર ઈચ્છે છે તે સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર રહીશ. આ ઉપરાંત રોહિતે કહ્યું કે, હવે ખાસ કરીને ઈનિંગની શરૂઆક કરતાં મને કટ અને પુલ શોટ ન રમવા અંગે વિચારવું પડશે અને જ્યાં સુધી સંભવ ત્યાં સુધી મને વી અને સ્ટ્રેટ શોટ્સ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

આ વીડિયો પણ જુઓઃ કર્ફ્યૂ વચ્ચે અમદાવાદમાં વાગ્યા ઢોલ-શરણાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન