I am suspending all my public rallies in West Bengal: Rahul Gandhi
  • Home
  • Election
  • કોરોનાના કહેરને જોતા રાહુલ ગાંધીએ પ.બંગાળની રેલીઓને લઇ મોટો નિર્ણય લીધો

કોરોનાના કહેરને જોતા રાહુલ ગાંધીએ પ.બંગાળની રેલીઓને લઇ મોટો નિર્ણય લીધો

 | 1:28 pm IST
  • Share

દેશમાં કોરોના વાયરસ કહેર રોકાવાનું નામ લઇ રહ્યું નથી ત્યારે હવે આ બાબતને ધ્યાનમાં લઈ કોંગ્રેસના પૂ્ર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાની સ્થિતિ જોતા પશ્ચિમ બંગાળમાં પોતાની આગામી તમામ ચૂંટણી સભાઓ અને પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જેની તેમણે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને માહિતી આપી છે.

વાત એમ છે કે પશ્ચિમ બંગાળમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ પ્રચારમાં લાખો જનમેદની એકત્રિત થયેલ દેખાય છે. જેમાં કેટલાય લોકો માસ્ક વગરના, સોશિયલ ડિસન્સીંગની ધજાગરા ઉડે છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, કોવિડની સ્થિતિને જોતા મેં પશ્ચિમ બંગાળમાં તમામ જાહેરસભાઓ સ્થગિત કરી દીધી છે. હું રાજકીય નેતાઓને સલાહ આપવા માગું છું કે, હાલની પરિસ્થિતિમાં સાર્વજનિક રેલીઓના આયોજન કરવાના પરિણામ વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો