'I do not have the job of PSI, please forgive me': PSI Suicide Note, Baroda
  • Home
  • Baroda
  • પોલીસ ચોકીમાં જ PSIની આત્મહત્યા, ‘PSIની નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરજો’

પોલીસ ચોકીમાં જ PSIની આત્મહત્યા, ‘PSIની નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરજો’

 | 12:25 pm IST

વડોદરાની સયાજીગંજ પોલીસ સ્ટેશનના PSIએ સુસાઇડ નોટ લખીને અલકાપુરી પોલીસ ચોકી ખાતે આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં PSI એ લખ્યું છે કે, PSIની નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરજો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ કેસની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જેને પગલે વડોદરા પોલીસમાં દોડધામ
મચી ગઇ છે.

આ ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. પીએસઆઇના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

આપઘાત કરી લેનાર પીએસઆઈની ચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.